શિયાળો શરુ થતા સ્ટ્રીટલાઈટ વહેલી ચાલુ કરાશે , અમદાવાદમાં ૧૦ કરોડના ખર્ચે ૨૪૭૪ વીજપોલ નાંખવામાં આવશે
સાંજે ૬ કલાકથી બીજા દિવસે સવારના ૭ કલાક સુધી લાઈટ ચાલુ રખાશે
અમદાવાદ,ગુરુવાર,23 નવેમ્બર,2023
શિયાળાની શરુઆત થતાં અમદાવાદમાં સ્ટ્રીટલાઈટ વહેલી ચાલુ કરી
મોડા બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.સાંજે વહેલો સૂર્યાસ્ત થતો હોવાથી સાંજે ૬
કલાકથી સ્ટ્રીટલાઈટ ચાલુ કરી બીજા દિવસે સવારના ૭ કલાક સુધી ચાલુ રાખવામાં
આવશે.અમદાવાદમાં ૧૦ કરોડના ખર્ચે ૨૪૭૪ વીજપોલ નાંખવા આયોજન કરવામાં આવ્યુ છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શિયાળો શરુ થયો હોવાથી વિવિધ વોર્ડ
વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રીટલાઈટ વહેલી ચાલુ કરી બીજા દિવસે સવારે
મોડી બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,મ્યુનિ.ના લાઈટ વિભાગના
અધિકારીઓને સાંજે ૬થી ૬.૧૫ સુધીમાં તમામ સ્ટ્રીટ પોલ ચાલુ કરી બીજા દિવસે સવારના ૬.૪૫થી
૭ કલાક સુધીમાં સ્ટ્રીટલાઈટ બંધ થાય એ પ્રમાણે સમગ્ર શહેરમાં ટાઈમર સેટ કરવા સુચના
આપવામાં આવી છે.અમદાવાદમાં હાલ કુલ ૨૦૨૯૩૧ સ્ટ્રીટપોલ વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા કાર્યરત કરવામાં આવ્યા છે.રુપિયા ૧૦ .૪૬કરોડથી વધુના ખર્ચથી નવા
૯૯ આયોજન હાથ ધરવામાં આવશે.જેમાં ૨૪૭૪ નવા વીજપોલ નાંખવામાં આવશે.
ઝોન મુજબ વીજપોલની પરિસ્થિતિ
ઝોન હયાત વીજપોલ કેટલા નવા પોલ નંખાશે અંદાજિત ખર્ચ
દક્ષિણ ૩૫૧૪૭ ૮૬ ૨૪૭૪૯૦૦
ઉત્તર ૩૦૨૬૯ ૧૫૫ ૫૦૫૮૫૮૪
પૂર્વ ૩૧૯૭૩ ૬૮ ૩૧૪૧૮૦૧
મધ્ય ૧૮૦૦૭ ૪૦ ૨૨૪૨૪૨૫
ઉ.પ. ૨૯૩૪૭ ૧૦૦૩ ૩૪૭૩૯૫૫૪
દ.પ. ૧૭૨૧૨ ૬૭૦ ૩૬૮૦૬૬૮૪
પશ્ચિમ ૪૦૯૭૬ ૪૫૨ ૨૦૧૬૮૯૫૮