સાબરમતીમાં છોડાતા કેમિકલયુકત પાણીને રોકવા મ્યુ.કમિશનરે અડધી રાતે IAS અધિકારીને તપાસ માટે મોકલવા પડયા

ગ્યાસપુરમાં કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયુ,નારોલમાં પ્રોસેસ કરતી ફેકટરી સીલ,તંત્રના અધિકારીઓની રહેમનજર હેઠળ કારોબાર ચાલતો હોવાની ચર્ચા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સાબરમતીમાં છોડાતા કેમિકલયુકત પાણીને રોકવા મ્યુ.કમિશનરે અડધી રાતે IAS  અધિકારીને તપાસ માટે મોકલવા પડયા 1 - image


અમદાવાદ,શુક્રવાર,26 જુલાઈ,2024

ગુજરાત હાઈકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ મામલે જાહેર હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે.સાબરમતીમાં છોડાતા કેમિકલયુકત પાણીને રોકવા મ્યુનિસિપલ કમિશનરે ગુરુવારે મધરાતે આઈ.એ.એસ.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટીમ સાથે વિવિધ વિસ્તારમાં તપાસ માટે મોકલવાની ફરજ પડી હતી. ગ્યાસપુરમાંથી કેમિકલ ભરેલુ ટેન્કર ઝડપાયુ હતુ.નારોલમાં પ્રોસેસીંગ કરતી એક ફેકટરી સીલ કરવામાં આવી છે.બહેરામપુરા,દાણીલીમડા સહિતના વિસ્તારોમાં કેમિકલયુકત પાણી ટેન્કર દ્વારા મ્યુનિ.ની લાઈનમાં નાંખવાનો કારોબાર તંત્રના અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલતો હોવાની મ્યુનિ.તંત્રમાં ચર્ચા સાંભળવા મળી હતી.

શહેરના ગ્યાસપુર ઉપરાંત નારોલ,બહેરામપુરા તેમજ દાણીલીમડા સહિતના અન્ય વિસ્તારોમાં ધમધમતા ઈન્ડસ્ટ્રીયલ એકમો પૈકી ઘણી મોટી સંખ્યામાં આવેલા પ્રોસેસીંગ તથા કેમિકલ યુનિટો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન મારફતે સાબરમતી નદી સુધી કેમિકલયુકત પાણી ટ્રીટ કર્યા વગર ઠાલવવામા આવી રહયા છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તથા વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામા નહીં આવતા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ગુરુવારે આઈ.એ.એસ.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહીર પટેલને જવાબદારી સોંપી હતી.ડેપ્યુટી કમિશનર સાથે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, સિટી ઈજનેર,એડીશનલ સિટી ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહેવુ પડયુ હતુ કે,જી.પી.સી.બી. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ નદીમાં કેમિકલયુકત પાણીને જતા રોકવાની ફરજ છે.કમિશનરે કામે લાગવા સુચના આપ્યા બાદ તમામ અધિકારીઓ અલગ અલગ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ એકમોની તપાસ માટે નીકળ્યા હતા.આઘાતજનક બાબત તો એ છે કે, આ તમામ વિસ્તારમાં  ત્રણ હજારથી વધુ એકમો આવેલા છે.છતાં ૧૭ દિવસમાં ૨૧૭૫ એકમની તપાસ કરાઈ હતી.૧૬૩ ગેરકાયદે જોડાણ કાપી ૨૫૭ એકમ સીલ કરાયા હતા.


Google NewsGoogle News