Get The App

મ્યુનિ.ના ઠરાવ ઉપર રાજય સરકારની બ્રેક, વિવિધ એડએજન્સીને લેટ પેમેન્ટ ચાર્જિસમાં રાહત અંગેનો ઠરાવ મોકૂફ

લેટ પેમેન્ટ ચાર્જિસ પેટે અમદાવાદ મ્યુનિ.ની એડ એજન્સી પાસે ૩૦ કરોડની વસૂલાત બાકી

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News

   મ્યુનિ.ના ઠરાવ ઉપર રાજય સરકારની બ્રેક, વિવિધ એડએજન્સીને લેટ પેમેન્ટ ચાર્જિસમાં રાહત અંગેનો ઠરાવ મોકૂફ 1 - image  

  અમદાવાદ,મંગળવાર,11 ફેબ્રુ,2025

અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ-૨૦૨૩માં શહેરની વિવિધ એડ એજન્સીઓ પાસેથી લેટ પેમેન્ટ ચાર્જીસ માફ કરવા અંગે ઠરાવ મંજૂર કર્યો હતો. આ ઠરાવના અમલ ઉપર રાજય સરકારે બ્રેક લગાવતા હવે આ ઠરાવનો અમલ મોકૂફ રખાશે. આજે મળનારી ટાઉન પ્લાનિંગ કમિટીમાં રાજય સરકારના હુકમની જાણ લેવામાં આવશે.લેટ પેમેન્ટ ચાર્જિસ પેટે એડ એજન્સીઓ પાસેથી મ્યુનિ.તંત્રને રૃપિયા ૩૦ કરોડ વસૂલવાના બાકી છે.

શહેરની વિવિધ એડ એજન્સીઓ તરફથી લેટ પેમેન્ટ ચાર્જિસમાં સો ટકા રાહત આપવા અંગેની રજૂઆત કરવામા આવતા વર્ષ-૨૦૨૩માં સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ મંજૂર કરીને એડ એજન્સીઓ આ ઠરાવ પછી તેમની પુરેપુરી મુળ રકમ ૩૧ માર્ચ-૨૦૨૩ સુધીમાં ભરી દે તો લેટ પેમેન્ટ ચાર્જિસમાં સો ટકા રાહત આપવા ઠરાવ કરી મંજૂરી આપી હતી.રાજય સરકારે આ અમલ મોકૂફ રાખવા કાળજી પૂર્વકની વિચારણા કરી મોકૂફ રાખવા અને તેની જાણ લેવા હુકમ કર્યો છે.


Google NewsGoogle News