Get The App

ભાડૂઆતની નોંધણી ન કરનારા વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન, બે હજારથી વધુ લોકો સામે કરી કાર્યવાહી

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ભાડૂઆતની નોંધણી ન કરનારા વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન, બે હજારથી વધુ લોકો સામે કરી કાર્યવાહી 1 - image


Gujarat Police On Tenant Registration : ગુજરાતમાં પોલીસ દ્વારા આગામી 27મી ઓક્ટોબર સુધીમાં ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ છે, ત્યારે જે માલિકે તેમના ભાડૂઆતની નોંધણી ન કરાવી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 13થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કુલ-2515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.

રાજ્યમાં બે હજારથી વધુ માલિકો-ભાડુઆતો સામે કાયદેસરની કાર્યવાહી

રાજ્યમાં 13થી 18 ઓક્ટોબર દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે હાથ ધરાયેલ ખાસ ઝુંબેશમાં, રાજયના કુલ-30305 ભાડુઆતોને ચેક કરીને નોંધણીના નિયમોનું પાલન ન કરનારા કુલ-2515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

જેમાં સૌથી વધુ સુરતમાં 625, અમદાવાદમાં 216, વડોદરામાં 148, રાજકોટમાં 151, આણંદમાં 123, ખેડા-નડિયાદમાં 104, ગાંધીનગરમાં 18, સાબરકાંઠામાં 91, ભરૂચમાં 434, કચ્છમાં 146, અરવલ્લીમાં 3, છોટા ઉદેપુરમાં 20, પંચમહાલમાં 76, મહિસાગરમાં 25, વલસાડમાં 70, દેવભૂમિ દ્વારકામાં 51, સુરેન્દ્રનગરમાં 74, મોરબીમાં 42, નવસારી અને તાપી વ્યારામાં 12-12, જામનગરમાં 8, જૂનાગઢમાં 34, ગીર સોમનાથમાં 3, બનાસકાંઠામાં 12, પાટણમાં 7, ભાવનગરમાં 10 ભાડુઆતો-માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ રીતે કરાવો ભાડૂઆતની નોંધણી

રાજ્યમાં ગુજરાત પોલીસ હેઠળ ઓફલાઈન-ઓનલાઈન માધ્યમ થકી ભાડૂઆત નોંધણી કરાવી શકે છે. જેમાં ઓફલાઇન રજિસ્ટ્રેશન માટે વ્યક્તિએ કાયમી સરનામાનો પુરાવો, ઓળખનો પુરાવો, નાગરિકતાની માહિતી, ભાડા કરાર, વૈવાહિક સ્થિતિની માહિતી, સંપર્ક નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો સહિતના ડોક્યુમેન્ટ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં જઇને ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠાં ઓનલાઈ નોંધણી કરાવી શકાય છે.

આ પણ વાંચો : અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ

ભાડૂઆત નોંધણી અંગે પોલીસની ખાસ ડ્રાઇવ

ભાડૂઆત નોંધણીના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા સહિત દરેકને સુરક્ષિત રાખવા હેતુ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં 13થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરી. 


Google NewsGoogle News