Get The App

સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાં પકડવાની છેલ્લા સાત મહિનામાં ચાર હજારથી વધુ ફરિયાદ

એપ્રિલથી ઓકટોબર-૨૪ સુધીમાં રખડતા પશુ પકડવા ૭૮૨ ફરિયાદ

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News

   સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાં પકડવાની છેલ્લા સાત મહિનામાં ચાર હજારથી વધુ ફરિયાદ 1 - image  

  અમદાવાદ,શુક્રવાર,1 નવેમ્બર,2024

સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા પશુ પકડવા મામલે ઢોરત્રાસ અંકુશ પોલીસી-૨૦૨૩નો અમલ થઈ રહયો છે.બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાં પકડવા અંગે મ્યુનિસિપલ તંત્રને ચાર હજારથી વધુ ફરિયાદ મળી છે.જયારે આ સમય દરમિયાન રખડતા પશુ પકડવા ૭૮૨ ફરિયાદ મળી છે.

અમદાવાદના જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ હતી.અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા આદેશ કરતા ઢોરત્રાસ અંકુશ પોલીસીનો ઓગસ્ટ-૨૦૨૩થી અમલ કરવામાં આવી રહયો છે.જયારે શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાં પકડી તેના ખસીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને મ્યુનિ.તંત્રે કામગીરી આપેલી છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરાંનો ત્રાસ યથાવત જોવા મળી રહયો છે. આ કારણથી છેલ્લા સાત મહીનામાં રખડતા કૂતરાં પકડવાની ચાર હજારથી વધુ ફરિયાદ મ્યુનિ.ના ઢોરત્રાસ અંકુશ વિભાગને મળવા પામી હતી.

રખડતા કૂતરાં-પશુની કયારે-કેટલી ફરિયાદ?

મહિનો  કૂતરાંની ફરિયાદ પશુની ફરિયાદ

એપ્રિલ ૬૧૦           ૫૫

મે      ૪૫૨           ૫૭

જુન    ૪૩૧           ૮૫

જુલાઈ  ૬૨૩           ૧૬૪

ઓગસ્ટ ૫૫૪           ૧૯૭

સપ્ટેમબર ૪૭૪           ૧૧૨

ઓકટોબર ૫૪૩          ૧૧૨


Google NewsGoogle News