Get The App

ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મોકા કાફેમાં મંગાવ્યુ વેજ અને નોનવેજ બર્ગર અપાતા હોબાળો

મ્યુનિ.ના ફૂડ વિભાગે માત્ર પાંચ હજારનો દંડ કરીને જ સંતોષ માની લીધો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News

  ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મોકા કાફેમાં મંગાવ્યુ વેજ અને  નોનવેજ બર્ગર અપાતા હોબાળો 1 - image   

  અમદાવાદ,ગુરુવાર,11 એપ્રિલ,2024

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા મોકા કાફેમાં વેજ બગર્રનો ઓર્ડર કરનારી યુવતીઓને કડવો અનુભવ થયો હતો.યુવતીઓએ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો.વેજ બર્ગરના બદલે નોનવેજ બર્ગર આપવામાં આવતા હોબાળો મચી ગયો હતો.બીજી તરફ યુવતીઓએ મ્યુનિ.ના ફૂડ વિભાગમાં આ અંગે ફરિયાદ કરતા ફૂડ વિભાગે કાફે સંચાલકને માત્ર રુપિયા પાંચ હજારનો દંડ કરીને કાર્યવાહી કરી હોવાનો સંતોષ માની લીધો હતો.

ચાર યુવતીઓ પોશ વિસ્તાર ગણાતા એવા ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મોકા કાફે ખાતે નવ એપ્રિલના રોજ પહોંચી હતી.જયાં તેમના દ્વારા વેજ બર્ગરનો ઓર્ડર આપવામા આવ્યો હતો.ચાર પૈકી બે યુવતીઓએ તેમને આપવામાં આવેલુ અડધુ બર્ગર ખાધુ એ સમયે તેમને ખ્યાલ આવ્યો કે તેમને જે બર્ગર આપવામા આવ્યુ હતુ એ વેજ નહીં પરંતુ નોનવેજ બર્ગર હતુ.આ ઘટના બાદ કાફેના મેનેજરને જાણ કરવામાં આવતા ભારે રકઝક થયા બાદ મેનેજરે સ્વીકાર કર્યો હતો કે, યુવતીઓને આપવામા આવેલુ બર્ગર નોનવેજ હતુ.બાદમાં આ યુવતીઓ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામા આવતા કાફે સંચાલકને રુપિયા પાંચ હજારનો દંડ કરવામા આવ્યો હતો.હાલમાં ચૈત્ર નવરાત્રિ પર્વ ચાલી રહયા છે.આ બાબતને ધ્યાનમાં લઈ યુવતીઓ તરફથી મ્યુનિ.ના ફૂડ વિભાગને આ પ્રકારની ઘટના બનતી અટકાવવા વધુ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.


Google NewsGoogle News