Get The App

રેવન્યુ કમિટીનો નિર્ણય, રુફટોપ ઈન્સેન્ટિવ સ્કીમ સર્વગ્રાહી નથી,દરખાસ્ત પરત

વર્ષ-૨૦૨૩માં આ સ્કીમ હેઠળ માત્ર એક અરજદારને લાભ અપાયો હતો

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News

    રેવન્યુ કમિટીનો નિર્ણય, રુફટોપ ઈન્સેન્ટિવ સ્કીમ સર્વગ્રાહી નથી,દરખાસ્ત પરત 1 - image 

  અમદાવાદ,ગુરુવાર,27 ફેબ્રુ,2025

ગ્રીન,બ્લૂ અને યલો રુફટોપ ઈન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત સ્વતંત્ર રહેણાંક ધારકોને દર વર્ષે પ્રોપર્ટીટેકસમાં દસ ટકા ઈન્સેન્ટિવ આપવાની સ્કીમ રેવન્યુ કમિટીએ પરત કરી છે.કમિટી ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહયુ, આ ઈન્સેન્ટિવ સ્કીમથી તમામ શહેરીજનોને લાભ થાય એમ નહીં હોવાથી દરખાસ્ત પરત કરાઈ છે.અગાઉ વર્ષ-૨૦૨૩-૨૪માં ટૂંકસમય માટે આ સ્કીમ લવાઈ હતી.જેમાં માત્ર એક જ અરજદારને લાભ અપાયો હતો.

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા શહેરમાં આવેલા સ્વતંત્ર રહેણાંક ધારકોના ધાબા ઉપર ગ્રીન,બ્લૂ કે યલો રુફટોપ કરેલ હોય તો રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધે.ધાબા ઉપર ગાર્ડન બનાવવામા આવેલ હોય, વરસાદી પાણીનો  ભૂગર્ભમાં સંગ્રહ કરવા વ્યવસ્થા કરાઈ હોય તથા સોલાર સિસ્ટમ લગાવવામા આવી હોય તેવા લોકોને પ્રોત્સાહીત કરવા દર વર્ષે પ્રોપર્ટીટેકસમાં દસ ટકા ઈન્સેન્ટિવ તરીકે રીબેટ આપવા મંજૂરી માંગતી દરખાસ્ત રેવન્યુ કમિટી સમક્ષ મુકાઈ હતી.જેને કમિટીએ પરત કરી છે.દરમિયાન રેવન્યુ કમિટીની બેઠકમાં પ્રોફેશનલ ટેકસને લઈને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર બનાવી તે મુજબનો અમલ કરવા સુચના અપાઈ છે.ચેરમેને કહયુ, પ્રોફેશનલ ટેકસ અંગે રજિસ્ટ્રેશન કરાવવાની સાથે મિલકતના માલિકોનું ડેકલેરેશન લેવાશે. પ્રોફેશનલ ટેકસનું સિવીક સેન્ટર ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ટેકસ ભરવામાં આવ્યો ના હોય એવી અંદાજે બાર હજાર એન્ટ્રી મળી આવી છે.


Google NewsGoogle News