હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે નવો ઘટસ્ફોટ, સિમેન્ટ-કોંક્રિટ ભરાય તે પહેલાં સેમ્પલ રિપોર્ટ આપી દેવાયો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News

  હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે નવો ઘટસ્ફોટ, સિમેન્ટ-કોંક્રિટ ભરાય તે પહેલાં સેમ્પલ રિપોર્ટ આપી દેવાયો 1 - image   

Ahmedabad News: રુપિયા ચાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે.બ્રિજ નિર્માણ સમયે સિમેન્ટ અને કોંક્રીટ ભરાય એ પહેલાં જ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. 30 જાન્યુઆરી-2016ના દિવસે સિમેન્ટ-કોંક્રીટ ભરવામાં આવ્યા હતા.સિમેન્ટ-કોંક્રીટ ભરાય એ પહેલા મ્યુનિસિપલ તંત્ર તરફથી સેમ્પલ ટેસ્ટ રીપોર્ટ આપી દેવામાં આવ્યો હતો.જે મ્યુનિસિપલ લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા એ સેમ્પલ ટેસ્ટીંગની કોપીમાં મ્યુનિ.ના બ્રિજ પ્રોજેકટ, ઈજનેર, વિજિલન્સ કે મેટલ ડેપોના એક પણ અધિકારીની સહી નથી.

અમદાવાદ મ્યુનિ.ના ઈતિહાસમાં હાટકેશ્વરબ્રિજ એ ભ્રષ્ટાચારનુ સૌથી મોટુ ઉદાહરણ છે.બ્રિજ નિર્માણના તમામ તબકકે સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની મ્યુનિ.ના વિજિલન્સ વિભાગની પણ જવાબદારી હતી.મ્યુનિ.ના રુપિયા એક કરોડથી વધુની રકમના તમામ કામની માહિતી ચકાસણીની કરવાની વિજિલન્સ વિભાગની ફરજિયાત જવાબદારી હતી.આ પરિપત્રને બાજુ ઉપર મુકી દેવામાં આવ્યો છે.અંકુર સાગર દ્વારા હાટકેશ્વરબ્રિજ સંબંધી તમામ દસ્તાવેજોની માહિતી અધિકાર હેઠળ માંગણી કરાઈ હતી.દસ્તાવેજોમાં હાટકેશ્વર બ્રિજ નિર્માણ મામલે વિજિલન્સ વિભાગની જવાબદારીને ધ્યાનમા લેવાઈ નથી.તત્કાલિન અધિકારી નૈનેશ દોશીદ્વારા જે તે સમયે યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહીં હોવાના આક્ષેપ થઈ રહયા છે.કાંકરિયા રેલવે યાર્ડ ખાતે આવેલા મેટલ ડેપોની લેબોરેટરી ખાતે વિજિલન્સ વિભાગે નિયમિત તપાસ કરવાની હોય છે.જો કે બ્રિજ નિર્માણ સમયે વિજિલન્સ વિભાગે તપાસ કર્યા અંગેના પુરાવામાં પણ વિસંગતતા જોવા મળી છે.ઈજનેર વિભાગ ઉપર દેખરેખ રાખતા વિજિલન્સ વિભાગ દ્વારા ભુલ કરવામાં આવી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

શંકાસ્પદ રીપોર્ટ ચૂપચાપ મંજૂર કરી દેવાયો

એમ-૩૫ ગ્રેડની ગુણવત્તાના માલનુ ટેસ્ટીંગ થાય તો તેની મહત્તમ ગુણવત્તા એમ-૩૮ સુધી આવવી જોઈએ.એક કીસ્સામાં તો ગુણવત્તા એમ-૪૫ કરતા પણ વધુ આવે છે.ઈન્ડિયન રોડ કોંક્રીટસેફટી સ્ટાન્ડર્ડ  પ્રમાણે અમાન્ય ગણાય.જોકે શંકાસ્પદ રીપોર્ટને પણ ચૂપચાપ મંજૂર કરી  દેવામાં આવ્યો હતો.



Google NewsGoogle News