અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તાનો રીપોર્ટ હાઈકોર્ટને સોંપાયો,કોર્ટે કહ્યું સ્થિતિ ચિંતાજનક છે

આવતીકાલની સુનાવણીમાં કોર્ટ રિપોર્ટના આધારે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરે તેવી શક્યતાઓ છે

સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ અમદાવાદના સાતેય ઝોનની કામગીરીનો રીપોર્ટ હાઈકોર્ટને સોંપ્યો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તાનો રીપોર્ટ હાઈકોર્ટને સોંપાયો,કોર્ટે કહ્યું સ્થિતિ ચિંતાજનક છે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)ગુજરાતમાં રખડતાં ઢોરને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતાં. (stray cattle)ત્યાર બાદ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં રખડતાં ઢોરને લઈને કાર્યવાહી માટે (Gujarat High court)નવી નીતિ તૈયાર કરાઈ હતી. પરંતુ ઢોર પકડનાર પાર્ટી અને ઢોર માલિકો વચ્ચે માથાકૂટ થવાના કિસ્સા વધવા (AMC)માંડ્યા હતાં. હવે હાઈકોર્ટમાં વકીલ અમિત પંચાલ દ્વારા કોર્ટના અગાઉના આદેશોનું પાલન નહીં કરવા અંગે સરકાર સામે કન્ટેમ્પ્ટ પીટિશન દાખલ કરાઈ હતી. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ અમદાવાદના સાતેય ઝોનની કામગીરીનો રીપોર્ટ આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. 

આવતીકાલે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

હાઈકોર્ટમાં આજની સુનાવણીમાં સરકારને જણાવાયું હતું કે, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રીપોર્ટ પ્રમાણે સ્થિતિ ચિંતાજનક છે કારણ કે તમામ કામગીરી માત્ર પેપર પર થઈ છે. કોઈપણ સ્થાનિક સરકારે રખડતાં ઢોર સહિતની સમસ્યાઓના નિકાલ માટે પગલાં લીધાં નથી. રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રીપોર્ટના અભ્યાસ માટે સમય માંગ્યો હતો. જેથી હવે આવતીકાલે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આજની સુનાવણીમાં કોર્ટે સરકારને કહ્યું હતું કે, કોર્ટ રીપોર્ટના આધારે આવતી કાલે યોગ્ય ઓર્ડર આપી શકે છે. તે ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ બદલ ચાર્જ ફ્રેમ થઈ શકે છે. આજની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, જે ઢોર માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમને લઈ પ્રજાના પૈસાનો વેડફાટ કરી શકાય નહીં. 

અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તાનો રીપોર્ટ હાઈકોર્ટને સોંપાયો,કોર્ટે કહ્યું સ્થિતિ ચિંતાજનક છે 2 - image


Google NewsGoogle News