ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 1 - image

Image Source: Twitter

Gujarat Will Get Relief From Heavy Rainfall: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 'બારે મેઘ ખાંગા' થતાં મોટા ભાગનું ગુજરાત જળમગ્ન બની ગયું છે. મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ગયા છે અને અનેક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. IMDએ જણાવ્યું કે, ગુજરાત માટે સૌથી ખરાબ સમય આજે સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે, કારણ કે આવતીકાલે સવારે ડીપ પ્રેશર પાકિસ્તાન તરફ આગળ વધશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર નીકળી જવાની આશા છે.

ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 2 - image

ગુજરાતને ભારે વરસાદથી મળશે રાહત

હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 6 કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહેલી હવામાન સિસ્ટમ આજે સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પર હાજર હતી. આ સ્થિતિ ગુજરાતના ભુજથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, ગુજરાતના નલિયાથી લગભગ 120 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને પાકિસ્તાનના કરાચીથી લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.


જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ તે ધીમે-ધીમે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રને પાર કરે તેવું અનુમાન છે. આવતીકાલે એટલે કે 29મી ઑગસ્ટની સવાર સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે, પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી પહોંચે તેવું અનુમાન છે. આ દર્શાવે છે કે, ગુજરાતને અસર કરતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અસર આજે સાંજ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જશે.

ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 3 - image


 ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 4 - image

ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળ્યું

આ સાથે જ મધ્યપ્રદેશના ઉત્તરીય વિસ્તારોમાં અને તેની નજીકના દક્ષિણ ઉત્તર પ્રદેશમાં સ્થિત વધુ એક લો પ્રેશરનું ક્ષેત્ર ઘટ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રહેવાસીઓને પડકારજનક હવામાનનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળ્યું હોવાથી રાહત મળી છે. બીજી તરફ રાજ્ય સરકાર અને હવામાન એજન્સીઓ સતર્ક છે અને સમયસર એડવાઇઝરી જાહેર કરી રહી છે. આ ઉપરાંત તેઓ પ્રભાવ ઘટાડવા માટે જરૂરી તૈયારીઓ પણ કરી રહી છે.

ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ 5 - image

આવતીકાલે સવાર સુધીમાં ડીપ ડિપ્રેશન પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ શિફ્ટ થતાં જ ગુજરાત માટે સૌથી ખરાબ સ્થિતિ સમાપ્ત થઈ ગઈ હોય તેમ લાગે છે, જેનાથી રાજ્ય ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી જશે. જો કે, જ્યાં સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ક્ષેત્રમાંથી બહાર નીકળી ન જાય ત્યાં સુધી સતત મોનિટરિંગ અને સત્તાવાર સલાહોનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે.


Google NewsGoogle News