mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રથયાત્રા પહેલાં સરસપુરની શેરીઓમાં ભક્તિમય માહોલ, લાખો ભક્તો માટે મોસાળમાં તડામાર તૈયારી

Updated: Jun 28th, 2024

rathyatra


147th Rathyatra 2024:  અમદાવાદમાં યોજાનારી 7 જુલાઈ, ગુરુવારે અષાઢી બીજએ રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ - સરસપુરના રણછોડરાય મંદિરમાં વાજતે ગાજતે પધાર્યા હતા. ત્યારથી જ સરસપુરવાસીઓ ભગવાનની મહેમાનગતિમાં જોડાઈ ગયા છે. મોસાળમાં સવાર- સાંજ ભજન -કીર્તન ચાલી રહ્યા છે. તેમજ લોકો પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને પીરસે છે.

અમદાવાદની રથયાત્રા દેશભરમાં પ્રખ્યાત છે. રથયાત્રાના પંદર દિવસ અગાઉ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ સરસપુરમાં રહેવા આવે છે. ત્યારે મોસાળમાં યજમાન અને તેમનો પરિવાર જ નહીં, તમામ પોળના રહેવાસીઓ ભગવાનની સેવા કરવા વહેલી સવારથી મંદિરે આવી જાય છે. ભગવાન માટે પોળવાસીઓ તેમના ઘરેથી રોજ જુદી-જુદી વાનગીઓ બનાવીને લાવે છે. તેમજ તેમને સુંદર શણગાર કરે છે. રથયાત્રાના દિવસે આશરે બે લાખ લોકો માટે પ્રસાદ બનાવવા આગલી રાતથી સરસપુરમાં નાના-મોટા રસોડા ધમધમી ઉઠે છે.

પ્રસાદમાં ચોખા ઘીની બુંદી, મોહનથાળ, ફુલવડી, ગાંઠિયા, પુરી-શાક, છાશ શ્રદ્ધાળુઓને પીરસવામાં આવશે. આ અંગે અગ્રણી નરસિંહભાઈ પટેલ જણાવે છે કે, ૪૪ વર્ષથી તેઓ રણછોડરાય યુવક મંડળ સાથે મળીને ટીમ બનાવી ભંડારાની સામગ્રી એકઠી કરવાની સેવા કરે છે. ઉપરાંત ભગવાનની સેવા કરવાનો લ્હાવો લેવા સરસપુરમાં આ પંદર દિવસ દરમિયાન દૂર- દૂરથી શ્રદ્ધાળુઓ આવતા શેરીઓ ભક્તિમય બની જાય છે.

  રથયાત્રા પહેલાં સરસપુરની શેરીઓમાં ભક્તિમય માહોલ, લાખો ભક્તો માટે મોસાળમાં તડામાર તૈયારી 2 - image

Gujarat