અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સુરત-સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સુરત-સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો 1 - image


Rain In Ahmedabad : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતાં લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચો : ભાદરવામાં અષાઢી માહોલ જામશે: અમદાવાદમાં 37.6 ડિગ્રી ગરમી, 3 દિવસ ભારે વરસાદની આગાહી

આ વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા

મુશળધાર વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને ભીંજવી દીધા છે, ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઇસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઇવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના 8 જિલ્લામાં આગામી ચાર દિવસ ઓરેન્જ એલર્ટ, સાપુતારામાં સૌથી વઘુ અઢી ઈંચ

આગામી ચાર દિવસ ક્યાં ભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ

25 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 

26 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 

27 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.

28 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. 


Google NewsGoogle News