પૂર્વ રેવન્યુ સમિતિ ચેરમેનની રજૂઆત ફકત ચાલુ વર્ષનો ટેકસ બાકી હોય એવી મિલકત મ્યુ.તંત્ર સીલ ના કરે
આ પ્રમાણે સીલ કરાશે તો લિટીગેશન થાય તો તંત્ર ટીકા-ટીપ્પણીનો ભોગ બનશે
અમદાવાદ, શુક્રવાર,9 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.ની રેવન્યુ કમિટિના પૂર્વ ચેરમેને
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનને ફકત ચાલુ વર્ષનો ટેકસ બાકી હોય એવા કરદાતાઓની
મિલકત બાકી વેરો વસૂલવા સીલ કરાતી હોવાની તેમજ જો આ જ પ્રમાણે ટેકસ વિભાગ સીલીંગ
ઝૂંબેશ ચાલુ રાખશે તો લિટીગેશન થાય તો વહીવટીતંત્ર ટીકા-ટીપ્પણીનો ભોગ બનશે એવી
લેખિત રજૂઆત કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં વર્ષ-૨૦૨૩-૨૪ માટે
પ્રોપર્ટી ટેકસનુ કલેકશન ચાલી રહયુ છે.તંત્ર આ એડવાન્સ ટેકસ કલેકટ કરી રહયુ
છે.પૂર્વ રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે મ્યુનિ.કમિશનરને પત્ર લખીને
ડિપાર્ટમેન્ટ દ્વારા ફકત ચાલુ વર્ષનો ટેકસ બાકી હોય તો પણ પ્રોપર્ટી સીલ કરવામા
આવે છે એવી રજૂઆત કરી છે.૩૧ માર્ચ સુધી ચાલુ વર્ષનો ટેકસ એડવાન્સ થયેલો ગણાય, ડયુ થયેલો ના
ગણાય.આ ઉપરાંત કાયદા પ્રમાણે બિલિંગ તારીખથી ૧૮ ટકા વ્યાજ પણ ચાર્જ કરવામા આવે છે.આ સંજોગોમાં ચાલુ વર્ષનો
ટેકસ બાકી હોય તેવા કેસમાં સીલીંગ કરવામા ના આવે.લિટીગેશન થાય તો મ્યુનિસિપલ
કોર્પોરેશન વહીવટી તંત્રની પાંખ પણ ટીકા-ટીપ્પણીનો ભોગ બનશે.વર્ષ-૨૦૨૩-૨૪નો ટેકસ
બાકી હોય તેવા કરદાતાઓની મિલકત ૩૧ માર્ચ સુધી સીલ કરવામાં ના આવે.૩૧ માર્ચ-૨૦૨૪
પછી ૧૮ ટકા વ્યાજ સાથે ટેકસ ભરપાઈ કરેલો ના હોય તો પેનલ એકશન લઈ શકાય.આ માટે લિગલ
અભિપ્રાય મેળવવા પણ તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.