Get The App

રોડની કામગીરી નબળી , AMC થી નાના મ્યુનિ.કોર્પોરેશનમાં ઓછો સ્ટાફ છતાં રોડ સારા,કમિશનર

એક સાથે અનેક જગ્યાએ કામ થઈ શકે તેમ હોવા છતાં પણ કામગીરી થતી નથી

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News

    રોડની કામગીરી નબળી , AMC થી નાના મ્યુનિ.કોર્પોરેશનમાં ઓછો સ્ટાફ છતાં રોડ સારા,કમિશનર 1 - image 

  અમદાવાદ,બુધવાર,11 ડિસેમ્બર,2024

અમદાવાદમાં રોડની ચાલતી નબળી કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રોડ અને ઈજનેર પ્રોજેકટના ઈજનેરોને ખખડાવી નાંખ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી પણ નાના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્ટાફ ઓછો હોવા છતાં રોડ સારા બને છે.જયારે અમદાવાદમાં એક સાથે અનેક જગ્યાએ કામ થઈ શકે તેમ હોવા છતાં પણ કામગીરી થતી નથી.એમ કહી રોડની કામગીરીને લઈ ઉગ્ર નારાજગી વ્યકત કરી હતી.

બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં ચાલતી રોડની કામગીરીને લઈ કમિશનરે ઈજનેરોને કડક ભાષામાં ઠપકો આપવો પડયો હતો.રોડ પ્રોજેકટ વિભાગના એક અધિકારીએ રોડ બનાવવાને લઈ મ્યુનિ.કમિશનરને આઈ.ઓ.સી.દ્વારા હાઈવે બનાવવા જે પ્રકારનો ડામર વાપરવામા આવે છે  એ પ્રકારનો ડામરનો ઉપયોગ કરી કોન્ટ્રાકટર પાસે  રોડ બનાવવા હોય તો તે મોંઘા પડે એમ હોય છે.કેમકે આઈ.ઓ.સી.દ્વારા ડામર આપવામા આવતો નથી.જેથી કોન્ટ્રાકટરને બહારથી ડામર ખરીદવો પડતો હોય છે.આ જવાબ સાંભળી મ્યુનિ.કમિશનરે કહેવુ પડયુ હતુ કે,તમે કોન્ટ્રાકટરની ભાષા ના બોલો.કોન્ટ્રાકટરને જે પ્રમાણે ટેન્ડરથી વર્કઓર્ડર આપવામા આવેલો હોય છે એ મુજબ જ કામગીરી કરવાની હોય છે.ડામર જો અન્ય જગ્યાએથી ડામર ખરીદવો પડે તો ખરીદી શકાય છે.આઈ.ઓ.સી.સાથે મીટીંગ કરવાની પણ સુચના આપવામાં આવી હતી.રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ કામગીરી કરી બીજા અઠવાડીયે એકશન ટેકન રીપોર્ટ રજુ કરવાનો હોય છે.આમ છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તૈયારી વગર મીટીંગમાં પહોંચી જતા તેમને પણ મ્યુનિ.કમિશનરે ખખડાવતા કહયુ,તમે પણ તૈયારી વગર રીવ્યુ બેઠકમાં આવી જાવ છો.


Google NewsGoogle News