Get The App

પોલીસી અમલનો નિર્ણય વધુ એક વખત મોકૂફ , ફેરીયાઓની દિવાળી સુધારવા વેન્ડર પોલીસીઅંગે ૨૧ દિવસ બાદ નિર્ણય

ભદ્ર પ્લાઝા, લો-ગાર્ડન સહીતના વિસ્તારમાંથી નીકળવુ ભારે પડશે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News

 પોલીસી અમલનો નિર્ણય વધુ એક વખત મોકૂફ , ફેરીયાઓની દિવાળી સુધારવા વેન્ડર પોલીસીઅંગે ૨૧ દિવસ બાદ નિર્ણય 1 - image    

  અમદાવાદ,ગુરુવાર,10 ઓકટોબર,2024

ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રુલ્સ મુજબનો અમદાવાદમાં અમલ કરવા અંગે વધુ એક વખત સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય મોકૂફ રખાયો છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીની બેઠકમાં કરાયેલા નિર્ણયનો અમલ કરાવવો કે કેમ એ અંગે ૨૧ દિવસ બાદ નિર્ણય કરાશે. દિવાળીના સમયમાં ભદ્ર પ્લાઝા, લો-ગાર્ડન સહીતના અન્ય વિસ્તારોમાંથી નીકળવુ ભારે પડશે.

અમદાવાદમાં ૧૨ ઓકટોબરથી શોપીંગ ફેસ્ટીવલનો આરંભ થઈ રહયો છે.બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર તરફથી અમદાવાદના ફેરીયાઓ માટે બનાવવામા આવેલા સ્ટ્રીટ વેન્ડર્સ એકટ-૨૦૧૪ અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રુલ્સ-૨૦૧૬ મુજબ રચવામા આવેલ પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીની ૨૫ સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ મળેલી બેઠકમાં નકકી કરવામા આવ્યા મુજબના નિર્ણયનો અમલ કરાવવા મુકેલી દરખાસ્ત ૨૧ દિવસ માટે મુલ્તવી રખાઈ હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ છે.એક તરફ ગુજરાત હાઈકોર્ટ તરફથી શહેરના તમામ રસ્તાઓ ઉપરના દબાણ દુર કરવા આદેશ આપવામા આવ્યો છે.જયારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ ફરી એક વખત ટાળી દીધો છે.


Google NewsGoogle News