Get The App

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પોલંપોલ , RCC બાંકડાને બદલે તકલાદી બાંકડા પધરાવી દેવાયાંની રજુઆત

બાંકડા પહોંચતા કરવા કોન્ટ્રાકટર વોર્ડ મુજબ કોર્પોરેટરને ભાવ ભરવા કહે છે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News

     સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પોલંપોલ , RCC બાંકડાને બદલે તકલાદી બાંકડા પધરાવી દેવાયાંની રજુઆત 1 - image  

 અમદાવાદ,શુક્રવાર,22 ડિસેમ્બર,2023

મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં આર.સી.સી.બાંકડાના બદલે તકલાદી બાંકડા પધરાવી દેવામાં આવ્યા હોવાની જમાલપુરના કોર્પોરેટરે રજુઆત કરતા ગૃહમાં સોંપો પડી ગયો હતો.જે તે વોર્ડમાં કોર્પોરેટર દ્વારા ભલામણ કરવામાં આવી હોય એટલા બાંકડા પહોંચતા કરવામાં પણ કોન્ટ્રાકટર વોર્ડ મુજબ ભાવ ભરવા કહેતા હોવાનો પણ બેઠકમાં આક્ષેપ કરાયો હતો.

મ્યુનિ.બોર્ડ બેઠકમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર પ્રતિભાબહેન જૈનને સીધો સવાલ કરતા પુછયુ હતુ કે,મ્યુનિ.કોર્પોરેટરના બજેટમાંથી ચોકકસ કયા પ્રકારના બાંકડા મુકવા એ અંગે કોઈ નિતી અમલ છે કે કેમ?અમારા વોર્ડમાં અલગ અલગ સ્પોટ ઉપર બાંકડા મુકવા અંગે મને બાંકડા દીઠ રુપિયા ૩૬૦૦નો ભાવ કહેવામાં આવ્યો.અન્ય વોર્ડમાં તપાસ કરી તો કયાંક રુપિયા ૪૧૦૦ તો કયાંક રુપિયા ૪૫૦૦ ભાવ મુકવામાં આવ્યો છે.કોર્પોરેટરોને બાંકડા મુકવા જયારે બજેટ આપવાનુ કહેવામા આવ્યુ હતુ એ સમયે તમામ ૪૮ વોર્ડમાં એકસરખી ડિઝાઈનના આર.સી.સી.બાંકડા મુકાશે એમ કહેવામાં આવ્યુ હતુ.મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં ભોંયતળીયાના ભાગમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના બજેટમાંથી જે પ્રમાણે બાંકડો બનાવીને મુકવામાં આવ્યો છે એ પ્રકારના બાંકડા તો જમાલપુર વોર્ડમાં મુકાયા જ નથી.તકલાદી બાંકડા મુકાયા છે.આર.સી.સી.ના બાંકડા હોય એમ લાગતુ જ નથી.જમાલપુરના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ તેમના વોર્ડમાં અલગ અલગ સ્પોટ ઉપર ૨૯ આર.સી.સી.ના બાંકડા મુકવા માટે  રુપિયા એકલાખ ચાર હજારનુ બજેટ લખાવવામાં આવ્યુ હતુ.


Google NewsGoogle News