ડેવલપમેન્ટ રાઈટસ સાથે પ્લોટ અપાશે, વલ્લભસદન અને લેમનટ્રી હોટલ પાસેના પ્લોટ માટે દરખાસ્ત મંગાવાઈ

વલ્લભસદન પાસેના પ્લોટના ડેવલપમેન્ટ રાઈટસ માટે ૨૩૬૭૬ બેઝ પ્રાઈસ રખાઈ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News

     ડેવલપમેન્ટ રાઈટસ સાથે પ્લોટ અપાશે, વલ્લભસદન અને લેમનટ્રી હોટલ પાસેના પ્લોટ માટે દરખાસ્ત મંગાવાઈ 1 - image

  અમદાવાદ,ગુરુવાર,12 સપ્ટેમ્બર,2024

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકના વલ્લભસદન પાછળના ભાગમાં આવેલા  અને લેમનટ્રી હોટલ પાસેના  એમ બે પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.વલ્લભસદની પાછળના ભાગમાં આવેલા પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ માટ મેળવવા રુપિયા ૨૩૬૭૬ બેઝ પ્રાઈસ રાખવામા આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત મિકસ કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે બે પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા બીડરો પાસેથી ઓફર મંગાવવામા આવી છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહયુ,વલ્લભસદનની પાછળના ભાગમાં આવેલા પ્લોટના ડેવલપમેન્ટ રાઈટસ મેળવવા માટે બેઝ પ્રાઈઝ રુપિયા ૨૩૬૭૬ રાખવામા આવી છે.મેકસિમમ પરમિશિબલ બિલ્ટઅપ એરીયા ૬૦૫૦ ચોરસમીટર તથા ફૂટપ્રિન્ટ એરીયા ૪૪૨૦ ચોરસમીટર નકકી કરવામાં આવ્યો છે.લેમનટ્રી હોટલ પાસેના પ્લોટના ડેવલપમેન્ટ રાઈટસ માટે બેઝ પ્રાઈસ રુપિયા ૨૦૮૩૩ રાખવામાં આવી છે.આ પ્લોટ માટે મેકસિમમ પરમિશિબલ બિલ્ટઅપ એરીયા  ૪૧૩૮૫ ચોરસમીટર તથા ફૂટ પ્રિન્ટ એરીયા ૩૦૪૫ ચોરસમીટર નકકી કરવામા આવ્યો છે.૧૫ ઓકટોબરની સાંજ સુધીમાં બીડરો તેમની ઓફર સબમીટ કરી શકશે.


Google NewsGoogle News