કથળતા જતા તંત્રથી લોકો પરેશાન , દસ મહીનામાં AMTS બસ ઉભી નહીં રાખવાની ૨૬૨૦ ફરિયાદ
ડ્રાઈવર,કંડકટર દ્વારા ગેરવર્તણૂંક કરાઈ હોવાની ૪૫૫ ફરિયાદ નોંધાવાઈ
અમદાવાદ,શુક્રવાર,28 ફેબ્રુ,2025
જંગી આર્થિક દેવાના બોજ હેઠળ ચલાવાઈ રહેલી અમદાવાદ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની કથળી રહેલી સેવાથી લોકો પરેશાન બન્યા છે.
એપ્રિલ-૨૪થી જાન્યુઆરી-૨૫ સુધીના દસ મહિનાના સમયમાં ડ્રાઈવર બસસ્ટોપ ઉપર બસ ઉભી
નહીં રાખતા હોવાની ૨૬૨૦ ફરિયાદ લોકોએ કરી હતી.ડ્રાઈવર અને કંડકટર યોગ્ય જવાબ નહી
આપવાની સાથે ગેરવર્તણૂંક કરાઈ હોવાની ૪૫૫ ફરિયાદ બસના મુસાફરો દ્વારા કરાઈ
હતી.મ્યુનિ.બસના ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતા મુસાફરોએ જ ઝડપ્યા હોવાના કિસ્સા
સોશિયલ મિડીયામા વાઈરલ થયા હતા.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દોડાવવામા આવતી બસ
સર્વિસ ઉપર હવે સત્તાધારી પક્ષનુ કોઈ નિયંત્રણ રહયુ હોય એમ દેખાતુ નથી. રુપિયા
૪૭૦૦ કરોડથી પણ વધુની રકમના મ્યુનિસિપલ કોર્પોરેશનના આર્થિક બોજા હેઠળ દોડાવવામા
આવતી વિવિધ રુટ ઉપરની બસો હવે શહેરીજનો માટે નહીં પરંતુ ખાનગી કોન્ટ્રાકટરો માટે
દોડાવવામા આવતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહયુ છે.આ પરિસ્થિતિમાં બસમાં બેસી
મુસાફરી કરવા વાળા મુસાફરો જ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસમાં મુસાફરી કરી
રહયા છે.અન્ય વર્ગ અંગત વાહન ઉપયોગમાં લે છે.
એપ્રિલ-૨૪થી જાન્યુઆરી-૨૫ સુધી કેટલી ફરિયાદ?
ફરિયાદનો પ્રકાર સંખ્યા
બસ ઉભી ના રાખવી ૨૬૨૦
ગેર વર્તણૂંક ૪૫૫
ઓવરસ્પીડ ૧૫૬
વહેલી ઉપાડવી ૧૧૨
ટિકીટને લગતી ફરિયાદ
૨૭
અન્ય ૫૬૮
કુલ ૩૯૩૮
એપ્રિલ-૨૩થી માર્ચ-૨૪
સુધી કેટલી ફરિયાદ?
ફરિયાદનો પ્રકાર સંખ્યા
બસ ઉભી ના રાખવી ૨૧૨૬
ગેર વર્તણૂંક ૩૨૬
ઓવરસ્પીડ ૯૮
વહેલી ઉપાડવી ૫૫
ટિકીટને લગતી ફરિયાદ
૩૮
અન્ય ૩૬૧
કુલ ૨૯૮૨