સાત વર્ષના સમય દરમિયાન AMC એ વિન્ડ-સોલાર પ્રોજેકટથી ૧૭૪ કરોડની વિજળીની બચત કરી

નખત્રાણા ખાતેના વિન્ડ પ્રોજેકટમાંથી ૨૪૩ મિલીયન યુનિટ,૬૫ સોલાર પ્રોજેકટમાંથી ૭.૦૮ મિલીયન યુનિટની બચત થવા પામી

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
સાત વર્ષના સમય દરમિયાન  AMC એ વિન્ડ-સોલાર પ્રોજેકટથી ૧૭૪ કરોડની વિજળીની બચત કરી 1 - image


અમદાવાદ,સોમવાર,5 ફેબ્રુ,2024

અમદાવાદ મ્યુનિ.દ્વારા રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિન્ડ પાવર થકી મ્યુનિ.ને સસ્તા દરે વિજળી મળે એ માટે નખત્રાણા ખાતે ૨૧ મિલીયન મેગાવોટ ક્ષમતાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે.આ વિન્ડ પાવર પ્લાન્ટથી ૨૪૩ મિલીયન યુનિટ વિજળીની બચત થવા પામી છે.અમદાવાદમાં મ્યુનિ.ના વિવિધ બિલ્ડિંગ અને બસસ્ટેન્ડ  મળી ૬૫ સ્થળે સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાઈ છે.૫૦૦૭ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેકટની મદદથી ૭.૦૮ મિલીયન યુનિટ વિજળી ઉતપન્ન થતા સાત વર્ષમાં કુલ મળીને રુપિયા ૧૭૪ કરોડની વિજળીની મ્યુનિ.તંત્ર દ્વારા બચત કરાઈ છે.બચત કરવામાં આવેલી વિજળી જેટકો તરફથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા બાદ મ્યુનિ.તંત્રે પોતાના માટે જ અલગ અલગ સ્થળે ઉપયોગ કર્યો છે.બંને પ્રોજેકટ થકી કુલ ૨,૩૦,૬૨૨ ટન કાર્બન ફુટમાં ઘટાડો થવા પામ્યો છે.

મ્યુનિ.ને સસ્તા દરે વિજળી પ્રાપ્ત થાય એ માટે  જુન-૨૦૧૬થી કચ્છના નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટ ક્ષમતાનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.અત્યારસુધીમાં આ વિન્ડ પાવર પ્લાન્ટથી કુલ૭.૧૩ કરોડ વિજ યુનિટના જનરેશન થકી અંદાજીત રુપિયા ૪૬.૩૫ કરોડનો આર્થિક ફાયદો મ્યુનિ.તંત્રને થયો છે.ડિસેમ્બર-૨૦૧૭માં ૪.૨ મેગાવોટ ક્ષમતાનો બીજો વિન્ડ પાવર પ્લાન્ટ મ્યુનિ.તંત્રે નખત્રાણા ખાતે શરુ કર્યો હતો.આ પ્લાન્ટની મદદથી અત્યાર સુધીમાં કુલ ૬.૫૧ કરોડ વિજયુનિટનું ઉત્પાદન થતા અંદાજિત રુપિયા ૪૫.૫૯ કરોડનો આર્થિક ફાયદો મ્યુનિ.તંત્રને થવા પામ્યો છે.મે-૨૦૧૯માં નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટ ક્ષમતાનો ત્રીજો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.આ પ્લાન્ટની મદદથી અત્યાર સુધીમાં ૫.૦૪ કરોડ મિલીયન યુનિટના જનરેશનની મદદથી અંદાજિત રુપિયા ૩૫.૩૩ કરોડનો આર્થિક ફાયદો તંત્રને થયો છે.જામજોધપુર ખાતે અમદાવાદ મ્યુનિ.દ્વારા જુન-૨૦૨૧થી ૮.૪ મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે.આ પ્લાન્ટની મદદથી અત્યાર સુધીમાં કુલ ૫.૬૬ કરોડ વિજ યુનિટના જનરેશનથી અંદાજિત રુપિયા ૪૨.૪૯ કરોડનો આર્થિક ફાયદો મ્યુનિ.તંત્રને થવા પામ્યો છે.ંકુલ ૨૧ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવરપ્લાન્ટ પૈકી ત્રણ પ્લાન્ટ ૧૨.૬ મેગાવોટ અને એક પ્લાન્ટ ૮.૪ મેગાવોટ ક્ષમતા ધરાવે છે.અત્યારસુધીમાં કુલ ૨૪.૩૫ કરોડ વિજયુનિટના જનરેશનથી રુપિયા ૧૬૯.૭૮ કરોડની આર્થિક બચત થવાની સાથે ૨,૨૪,૧૦૭ ટન કાર્બન  ફુટ પ્રિન્ટમાં ઘટાડો થવા પામ્યો છે.અમદાવાદ મ્યુનિ.ના જુદા જુદા બિલ્ડિંગ,સ્કાઉટ ભવન,બસ સ્ટેન્ડ સહિતના ૬૫ સ્થળોએ સોલાર સિસ્ટમ અંતર્ગત સોલાર પેનલ કાર્યરત કરવામા આવી છે.અત્યાર સુધીમાં અંદાજીત ૭૦ લાખ વિજયુનિટનુ જનરેશન થતા રુપિયા ૪.૬૯ કરોડનો આર્થિક ફાયદો થવા પામ્યો છે.અંદાજીત ૬૫૧૫  ટન કાર્બન ફુટમાં ઘટાડો થવા પામ્યો છે.

નવી પોલીસી અંતર્ગત ૨૦ મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટનું આયોજન કરાશે

વિન્ડ પાવર પ્લાન્ટની વય મર્યાદા ૨૦ વર્ષની ગણવામાં આવે છે.પે બેક પિરીયડ ૫-૬ વર્ષનો ગણવામાં આવે છે.તમામ પ્લાન્ટ હાલમાં ૧૦ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી આપવામાં આવેલા છે.રાજય સરકારની નવી પોલીસી અંતર્ગત ૨૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવા આગામી સમયમાં મ્યુનિ.તંત્ર દ્વારા આયોજન કરાશે.


Google NewsGoogle News