અમદાવાદનું કરવેરા વગરનું ૧૪૦૦૧ કરોડનું લોકોની સુવિધા માટેનું બજેટ
રિવરફ્રન્ટ ફેઝ-થ્રી ડેવલપ કરવા એક હજાર કરોડની ફાળવણી
અમદાવાદ,ગુરુવાર,6
ફેબ્રુ,2025
અમદાવાદનું વર્ષ-૨૦૨૫-૨૬ માટે રુપિયા ૧૪૦૦૧ કરોડનું ડ્રાફટ
બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રજૂ કરતા કહયુ, અમદાવાદ માટે આ
બજેટ સસ્ટેનબલ અને કલાઈમેટ બજેટ બની રહેશે.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં રુપિયા
૬૨૦૦ કરોડ રેવન્યુ તથા કેપીટલ કામ માટે રૃપિયા ૭૮૦૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ-૨૦૨૫-૨૬ માટે રુપિયા ૨૮૦૦ કરોડ પુરાંત દર્શાવવામા આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-થ્રી
અંતર્ગત ઈન્દિરાબ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી ડેવલપ કરવા રુપિયા એક હજાર
કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાત ઝોનના
૪૮ વોર્ડમાં લોકોન માટે રોડ,ગટર અને
પાણી સહીતના કામો કરવા રુપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી
છે.મ્યુનિ.કમિશનરના ડ્રાફટ બજેટમાં કરવેરા દરમાં કોઈ વધારો કરવામા આવ્યો નથી. દર
વર્ષે ૦.૨ ટકાના દરથી લેટીંગ રેટ મુજબ પ્રોપર્ટીટેકસના દરમાં વર્ષ-૨૦૨૫-૨૬માં પણ
ગત વર્ષે કરવામા આવેલા ઠરાવ મુજબ વધારો
થશે.શહેરમાં નવા રોડ અને બ્રિજની કામગીરી પાછળ રુપિયા ૧૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં
આવશે.
અમદાવાદનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનું ડ્રાફટ બજેટ રજૂ કરતા
મ્યુનિસિપલ કમિશનરે કહયુ,બજેટ
માટે શહેરીજનો તરફથી કુલ ૨૯૫૧ સુચન મળ્યા હતા. આ પૈકી ૨૦૧૯ સુચન રોડ,ડ્રેનેજ,પાણી અને લાઈટની
સુવિધાને લગતા હતા. આવેલા સુચનો પૈકી શકય એટલા સુચનોને બજેટમાં આવરી લેવા પ્રયાસ
કર્યો છે.સાત ઝોનમાં લોકોને પુરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધા માટે
વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૬૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં ૫૩ ટકાનો વધારો
કરીને વર્ષ-૨૦૨૫-૨૬ માટે રૃપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.જાસપુર ખાતે
૪૦૦ મિલીયન લિટર પર ડેની ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રુપિયા ૨૦૦
કરોડની ફાળવણી કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ.
માટે નવી ૧૨૦ એ.સી.ઈલેકટ્રિક બસ જી.સી.સી.મોડલથી સંચાલનમાં મુકવામાં આવશે તથા
બી.આર.ટી.એસ.માટે નવી ૧૦૦ મીની ઈલેકટ્રિક બસ લાસ્ટ માઈલ કનેકટિવીટી સાથે રુપિયા
પંદર કરોડના ખર્ચે સંચાલનમાં મુકવા બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.
નેટ ઝીરો પોલીસી અંતર્ગત નવી ૨૦૦ ઈલેકટ્રિક બસ માટે રુપિયા ૨૦ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.શહેરના વિવિધ રસ્તા અને બગીચા તથા ચાલીઓમાં ૧૦ હજાર સ્ટ્રીટપોલ ઉભા કરવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારમાં નવા ૨૨ બગીચા બનાવાશે તથા હયાત ૨૮ બગીચાનુ નવીનીકરણ કરવામા આવશે.આ માટે બજેટમાં રુપિયા ૨૮ કરોડની ફાળવણી કરવામા આવી છે.અમદાવાદમા પાંચ સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પાંચ કરોડ તથા આંતરરાષ્ટ્રીય ફલાવરશો-૨૦૨૬નુ આયોજન કરવા રુપિયા ૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.લાંભા,નારોલ તથા શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવા રુપિયા ૫૪ કરોડ તથા વટવા જી.આઈ.ડી.સી.ખાતે ફાયર ચોકી બનાવવા રુપિયા ૧.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.રૃપિયા ૧૨૫ કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે વિવિધ સાધનોની ખરીદી કરવામા આવશે.શહેરમાં પાંચ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા રુપિયા ૨૦ કરોડ તથા હયાત ૮ અર્બન હેલ્થ સેન્ટરનુ નવીનીકરણ કરવા રુપિયા ૨૯ કરોડની ફાળવણી ડ્રાફટ બજેટમાં કરવામાં આવી છે.રાજયમાં પ્રથમ વખત મ્યુનિ.ડેન્ટલ હોસ્પિટલમાં કલેકટ કેર પ્રોજેકટ હેઠળ બાળકોને તાળવામાં, નાકમાં થતી તકલીફની સંપૂર્ણ સારવાર રુપિયા ૫૭.૨૭ લાખના ખર્ચથી તબીબી સાધનો વસાવી આપવામાં આવશે.સરખેજ રોઝાનો હેરિટેજ મેન્યુમેન્ટમાં સમાવેશ થતો હોવાથી રોઝા આસપાસના વિસ્તારને હેરિટેજ થીમ આધારીત ડેવલપ કરવા રુપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે.જેમાંથી રોડ,ફૂટપાથ વગેરે કામગીરી કરવામાં આવશે.વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી શહેરમાં આવેલા જંકશન ડેવલપ કરવા રુપિયા ૧૦ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.
૩૬ હેરિટેજ એરીયા ડેવલપ કરાશે
અમદાવાદના વિવિધ વોર્ડમાં આવેલા કુલ ૩૬ વિસ્તારને રુપિયા
૩૩૧ કરોડના ખર્ચથી હેરિટેજ એરીયા તરીકે ડેવલપ કરવામાં આવશે.જેના કુલ ૭૨.૫૫ કિલોમીટરના
રોડ ઉપર પબ્લિક યુટીલીટી,
ગ્રીન સ્પેસ સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
વિસ્તાર અંદાજીત
ખર્ચ(કરોડમાં)
મેટ્રો સ્ટેશનને જોડતા
રસ્તા ૨૭૦.૦૦
ગાંધીરોડ,રિલીફરોડ, મિરઝાપુર કોર્ટ
રોડ
કામા હોટલ રોડ ૧૫.૦૦
સીવીલ-સોલા સીવીલ રોડ ૬.૦૦
હેલમેટ સર્કલથી જી.એમ.ડી.સી.
થઈ આઈ.આઈ.એમથી કેશવબાગ ૧૫.૦૦
એલ.ડી.,
અમદાવાદ યુનિ,સેપ્ટ
યુનિવર્સિટી ૮.૦૦
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ,નારણપુરા
કોમ્પલેકસ ૧૦.૦૦
વસ્ત્રાપુર લેક ૧૦.૦૦
સરખેજ રોઝા ૨.૦૦
એન.આઈ.ડી,ટાગોરહોલ
રિવરફ્રન્ટને જોડતો રોડ ૨૦.૦૦
ઈન્ટીગ્રેટેડ કોમર્શિયલ સ્ટ્રીટ કયાં બનશે?
રુપિયા ૧૮૫ કરોડના ખર્ચથી ચાર સ્થળે ઈન્ટીગ્રેટેડ કોમર્શિયલ
સ્ટ્રીટ ડેવલપ કરવા ડ્રાફટ બજેટમાં કમિશનરે જોગવાઈ કરી છે.જેમાં રોડ ઉપર ફૂટપાથ
નજીક બિનવપરાશી જગ્યાનુ ડેવલપમેન્ટ કરી પાર્કિંગ અને વેન્ડર્સ માટે અલગથી જગ્યા
ફાળવવામાં આવશે.
૧.નહેરુનગરથી વકીલબ્રિજ સુધીનો રોડ
૨.વિસતથી ઝુંડાલ થઈ નર્મદા મેઈન કેનાલ સુધી
૩.શાહીબાગ અંડરપાસથી ગીરધરનગર બ્રિજ સુધી
૪.સરદાર પટેલ સ્ટેચ્યુથી દર્પણ છ રસ્તા
૫.વિજય ચાર રસ્તાથી એલ.ડી.કોલેજ સુધી
૨૧૩ કરોડના ખર્ચે ૩૩ કિ.મી.ના મોડેલ રોડ બનાવાશે
અમદાવાદના લોકોએ મ્યુનિ.બજેટ માટે કરેલા સુચન પૈકી ૧૫૨ સુચન
મોડેલ રોડ બનાવવા કરવામાં આવ્યા હતા.જે પૈકી રુપિયા ૨૧૩ કરોડના ખર્ચથી ૩૩
કિલોમીટરના રોડને મોડેલ રોડ બનાવવા ડ્રાફટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે જોગવાઈ કરી
છે.
૧.કે.બી.રોયલ ફોનીક્ષથી રીંગરોડ
૨.કઠવાડા જી.આઈ.ડી.સી.તરફ સીંગરવાને જોડતો રોડ
૩.ઓમકારેશ્વરથી વસાણી ફાર્મ રોડ
૪.ગોદરેજ ગાર્ડન સીટી મેઈન રોડ
૫.જેગુઆર શોરુમથી સેરીનીટી સ્પેસ રોડ
૬.રખિયાલ ચાર રસ્તાથી ચામુંડા બ્રિજ સુધીનો રોડ
૭.સીમ્સબ્રિજથી શુકન મોલ થઈ નીલગીરી સર્કલ
૮.સુવિધા ચાર રસ્તાથી મહાલક્ષ્મી ક્રોસ રોડ થઈ ટાગોર હોલ
સુધીનો રોડ
૯.આઈ.ઓ.સી.થી કે.બી.રોયલ ફોનીક્ષ સુધીનો રોડ
નવા રેલવે ઓવરબ્રિજ કયાં બનશે?
બ્રિજનુ નામ અંદાજીત
ખર્ચ(કરોડમાં)
૧.ચીમનભાઈ બ્રિજનુ વાઈડનીંગ ૧૫૦.૦૦
૨.અસારવા રેલવે બ્રિજ(એપ્રોચ) ૮૦.૦૦
૩.કાલુપુર રેલવે ઓવરબ્રિજ ૨૧૩.૩૩
૪.સારંગપુર રેલવે ઓવરબ્રિજ ૨૨૬.૪૮
૫.અમદાવાદ-બોટાદ થ્રુ
ફલાયઓવરબ્રિજ ૨૨૦.૦૦