Get The App

શતાબ્દિ વર્ષ નિમિત્તે મ્યુનિ.શાળાના એક હજાર વિદ્યાર્થીઓને લોકગાઈડ બનાવાશે

અત્યારસુધીમાં વિવિધ શાળાના ૧.૩૯ લાખ વિદ્યાર્થીઓએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News

   શતાબ્દિ વર્ષ નિમિત્તે મ્યુનિ.શાળાના એક હજાર વિદ્યાર્થીઓને  લોકગાઈડ બનાવાશે 1 - image  

  અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ માટે વર્ષ-૨૦૨૫નું વર્ષ શતાબ્દિ વર્ષ છે. શતાબ્દિ વર્ષ નિમિત્તે મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા એક હજાર વિદ્યાર્થીઓને લોકગાઈડ બનાવવામાં આવશે.અત્યારસુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળાના ૧.૩૯ લાખ વિદ્યાર્થીઓએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી છે.

શાસનાધિકારી દ્વારા વર્ષ-૨૦૨૫ માટે રજુ કરાયેલા મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના અંદાજપત્રમાં સત્તાધારી પક્ષ તરફથી રૃપિયા ૧૨ કરોડના સુધારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોર્ડ બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરાયુ હતુ. ચેરમેન ડોકટર સુજય મહેતાએ કહયુ,અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો યૂનેસ્કો દ્વારા વર્ષ-૨૦૧૭માં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા સુચન પછી મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત કરાવવામાં આવી રહી છે. વર્ષ-૨૦૨૫-૨૬ માટે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ માટે મંજૂર કરવામાં આવેલા રૃપિયા ૧૧૫૫ કરોડના અંદાજપત્રમાં હેરીટેજ સિટી લોકગાઈડ તૈયાર કરવા માટે રૃપિયા ૨૫ લાખની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત શાળા સજજતા અને હેરીટેજ અવેરનેસ માટે રૃપિયા ચાર કરોડ ફાળવવામાં આવ્યા છે. વિકસિત ભારત-૨૦૪૭  સંકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા અંતર્ગત રૃપિયા ૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.રેઈન વોટર હાર્વેસ્ટીંગ માટે રૃપિયા એક કરોડ ફાળવવામાં આવ્યા છે.

મ્યુનિ.સ્કૂલબોર્ડ બજેટની મહત્વની જોગવાઈ

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના વર્ષ-૨૦૨૫-૨૬ના બજેટને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ બજેટની મહત્વની જોગવાઈ આ મુજબ છે.

-અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ શાળાઓને સ્માર્ટશાળા બનાવાશે.

-મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૨ નવી શાળા બનાવી આપશે.

-મ્યુનિ.શાળાઓમાં માતૃભાષા સજજતા કાર્યક્રમ યોજાશે.

-ટેલેન્ટ સર્ચ માટે મ્યુનિ.-ખાનગી શાળાઓ વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાશે.

-સ્કૂલબોર્ડ,સિગ્નલ સ્કૂલની વિદ્યાર્થીનીઓને વધુ શિક્ષણ માટે દત્તક લેવાશે.

-ભાષાના સવિશેષ પ્રશિક્ષણ ઉપર ભાર મુકવામાં આવશે.


Google NewsGoogle News