Get The App

પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારાને નોટિસ અપાશે

હાલમાં ૩.૨૫ લાખ કોમર્શિયલ મિલકતને જ પ્રોફેશનલ ટેકસ બિલ આપવામાં આવે છે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News

    પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારાને નોટિસ અપાશે 1 - image   

 અમદાવાદ,બુધવાર,29 જાન્યુ,2025

અમદાવાદના ૪૮ વોર્ડમાં સાત લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે. આ તમામ સાત લાખ મિલકતને પ્રોફેશનલ ટેકસ હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં સાત લાખ પૈકી ૩.૨૫ લાખ કોમર્શિયલ મિલકતને જ પ્રોફેશનલ ટેકસના બિલ ટેકસ વિભાગ દ્વારા આપવામાં આવે છે.પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારા તમામ કોમર્શિયલ મિલકતના ધારકોને ટેકસ વિભાગ તરફથી એક સપ્તાહમાં પ્રોફેશનલ ટેકસ ભરવા નોટિસ અપાશે.

મ્યુનિ.ની રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં આવેલી કુલ સાત લાખ કોમર્શિયલ મિલકત પેટે થતી પ્રોફેશનલ ટેકસ અંગે ચર્ચા કરવામા આવી હતી.ચર્ચા દરમિયાન શહેરમાં માત્ર ૩.૨૫ લાખ કોમર્શિયલ મિલકતને જ પ્રોફેશનલ ટેકસના બિલ અપાતા હોવાની વિગત બહાર આવી હતી.કમિટી ચેરમેને કહયુ,પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારા તમામ કોમર્શિયલ મિલકતના ધારકોને બાકી ટેકસ ભરવા એક સપ્તાહમાં નોટિસ અપાશે. નોટિસમાં છેલ્લા ત્રણ વર્ષનો બેઝ લેવાશે. વર્ષ-૨૦૨૪ દરમિયાન મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની ૬૧ મિલકતની હરાજી કરાઈ હતી.જો કે એક પણ ખરીદદાર નહીં મળતા આ તમામ મિલકત મ્યુનિ.ટેકસ વિભાગે એક રૃપિયા ટોકન દરથી મ્યુનિ.તંત્રના નામે કરી હતી.ગત વર્ષે બાકી મિલકતવેરો નહીં ભરનારા કરદાતાઓ પૈકી કુલ ૪૫૭ કરદાતાઓની મિલકત રેવન્યુ રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકવામા આવી હતી. વર્ષ-૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષ દરમિયાન અત્યારસુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગને તમામ ટેકસની આવક પેટે રૃપિયા ૧૭૪૧ કરોડ આવક થઈ છે જે ગત વર્ષની તુલનામાં સો કરોડ રૃપિયા વધુ છે.


Google NewsGoogle News