Get The App

ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું નિધન, 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા હતા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Makrand Mehta


Writer Makrand Mehta Passed Away: ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઈતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.

ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનો જન્મ 25મી મે 1931ના રોજ અમદાવાદના એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. મકરંદ મહેતા ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત સમાચાર, ગુજરાત ઈતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઈતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું નિધન, 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા હતા 2 - image



Google NewsGoogle News