બાકી મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકોની ૨૯ મિલકતની હરાજી કરવા ટેકસ વિભાગની કવાયત
મહેસુલ રેકર્ડમાં બોજો નોંધાવાની સાથે મિલકતની હરાજી પ્રક્રીયા કરાશે
અમદાવાદ,મંગળવાર,26 નવેમ્બર,2024
બાકી મિલકતવેરો નહીં ભરનારા ૨૯ જેટલા કરદાતાઓની મિકતને
મહેસુલ રેકર્ડમાં બોજો નોંધાવાની સાથે હરાજી કરવા ટેકસ વિભાગે કવાયત શરુ કરી છે.
૨૯ મિલકતધારકો પાસેથી રુપિયા ૧.૫૦ કરોડનો મિલકતવેરો વસૂલવા તેમને છેલ્લી નોટિસ
તંત્ર તરફથી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોન પ્રોપર્ટી ટેકસ વિભાગ
તરફથી બાકીદારોને નોટિસ આપવામા આવી છે.આર્યોદય સ્પિનિંગ વિવિંગ ઉપરાંત અશોકમિલની
સામે, સૈજપુર
સ્મશાનપાસે સંજયનગરમાં, મહાવીરનગર,નરોડા ટોલનાકા, તથા સૈજપુરમાં
આવેલી હોટલ મધુરને પણ નોટિસ આપવામાં આવી છે.હોટલ મધુરનો રુપિયા ૬.૩૦ લાખ ટેકસ મ્યુનિ.ચોપડા
ઉપર બાકી બોલે છે.નરોડાના હાઈવે રોડ ઉપર આવેલી મિલકતનો રુપિયા ૭.૮૬ લાખ ટેકસ બાકી
બોલે છે.તમામ ૨૯ મિલકતનો બાકી ટેકસ સાત દિવસની અંદર ભરપાઈ કરવામા નહીં આવે તો
મહેસુલ રેકર્ડમાં બોજો નોંધાવાની સાથે મિલકતની હરાજી કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં
આવશે.