Get The App

હોસ્પિટલ તંત્રની બેદરકારી, Svp હોસ્પિટલમાં ડોકટરનો જન્મદિવસ ઉજવવા દર્દીઓને રઝળતા મુકવામાં આવ્યા

દર્દીઓને સોનોગ્રાફી મશીન બંધ હોવાનું કહી સ્ટાફ ડોકટરનો જન્મ દિવસ મનાવવા જતો રહયો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

   હોસ્પિટલ તંત્રની બેદરકારી, Svp  હોસ્પિટલમાં ડોકટરનો જન્મદિવસ ઉજવવા દર્દીઓને રઝળતા મુકવામાં આવ્યા 1 - image    

 અમદાવાદ,શુક્રવાર,13 સપ્ટેમ્બર,2024

અમદાવાદ મ્યુનિ.તંત્ર સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી બહાર આવી છે. ૩૦થી વધુ સોનોગ્રાફી માટે રાહ જોતા દર્દીઓને મશીન બંધ હોવાનુ કહી  હોસ્પિટલમાં કોઈ ડોકટર જન્મ દિવસ મનાવવા જતા રહયા હોવાનો જમાલપુર વોર્ડના કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉપરાંત ફરજ ઉપર બેદરકારી દાખવનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત માંગણી કરાઈ છે.

જમાલપુરના કોર્પોરેટર અફસાનાબાનુ ચિશ્તી તેમના પતિ સાથે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે સોનોગ્રાફી ટેસ્ટ માટે પહોંચ્યા હતા.આ સમયે ૩૦થી ૪૦ દર્દીઓ તેમનો વારો આવવાની રાહ જોઈને બેઠા હતા.હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ફકત ઈમરજન્સીમાંદાખલ થતા  દર્દીઓ માટે કરવામાં આવે છે.બીજા માળ ઉપર બે સોનોગ્રાફી મશીન હોવાછતાં દર્દીઓને હોસ્પિટલ તંત્ર તરફથી બંને મશીન હાલ બંધ હોવાથી સોનોગ્રાફી કરવી શકય નથી એમ કહી ઝડપથી તમામ કર્મચારીઓ નીકળી ગયા હતા.દરમિયાન કોર્પોરેટર દ્વારા તપાસ કરવામાં આવતા તમામ સ્ટાફ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોઈ ડોકટરનો જન્મ દિવસ મનાવવા જતો રહયો હતો.


Google NewsGoogle News