દેશમાં 1.54 લાખ સ્ટાર્ટઅપ અને 118 યુનિકોર્ન કાર્યરત, ગુજરાતમાં 12700 સ્ટાર્ટઅપને મંજૂરી
National Startup Day: દેશમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરેલા સ્ટાર્ટઅપ મિશનમાં અત્યાર સુધી 1.54 લાખ એકમોને સહાય કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 12,700 જેટલા એકમોને સહાય ચૂકવવામાં આવી છે. DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) દ્વારા આ એકમોને માન્યતા અપાઈ છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે કુલ સંખ્યા 4,200 થી વધીને 1,54,791 જેટલી થઈ છે, જ્યારે 118 યુનિકોર્ન બનાવવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ 450 બિલિયન ડોલરખી વધુનું થયું છે.
350 કરોડ રૂપિયા વપરાયા
શહેરો પ્રમાણે પ્રાપ્ત આંકડા મુજબ, અમદાવાદમાં 5,269, સુરતમાં 1,903, વડોદરામાં 1,344, રાજકોટમાં 1,172, ગાંધીનગરમાં 601 જેટલાં સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફ સાયન્સમાં 1,343, આઈટી સેવાઓમાં 1,186 તથા કૃષિમાં 819 જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સરકારે યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ડર ફન્ડ વેન્ચર ફેન્ડ સેટઅપ કરીને 350 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી
દર વર્ષે 16 જાન્યુઆરીના દિવસને 'રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં PPP મોડથી વિકસાવેલાં iCreate દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપના કારણે નાણાંકીય સહાય પૂરી પાડી એન્જલ ફન્ડમાંથી 100 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ માટે વાપરવામાં આવ્યા છે.
જ્યારે 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું i-Hub 1.50 લાખ ચોરસ ફૂટના વિસ્તાર સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં 700થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી) દ્વારા 10 કરોડ રૂપિયાનું ફન્ડ વિતરણ કરવામાં આવ્યું છે.
દેશના પાંચ રાજ્યોમાં કેટલા સ્ટાર્ટઅપને માન્યતા?