ગુજરાતમાં મતદારયાદી ઝુંબેશ થશે શરૂ, 17, 23 અને 24મી નવેમ્બરે નામ ઉમેરો-સુધારા કરી શકાશે
Electoral Roll Amendment: ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં 17મી નવેમ્બર તથા 23મી અને 24મી નવેમ્બરના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવશે.
યુવાઓ માટે ઉત્તમ તક
પહેલી જાન્યુઆરીથી પહેલી ઓક્ટોબર 2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાનોને ખાસ તક મળશે. આ ઝૂંબેશના દિવસોમાં તમામ મતદાન મથક ખાતે સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી બુથ લેવલ આફિસર જરૂરી ફોમ સાથે ઉપસ્થિત રહેશે. આગામી પહેલી જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, આંગણવાડી વર્કર અને હેલ્પર કાયમી સરકારી નોકરીના હકદાર
આ સાથે જે યુવાનોના પહેલી જાન્યુઆરીથી પહેલી ઓક્ટોબર દમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ એડવાન્સ અપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. ખાસ ઝૂંબેશના દિવસો સિવાય 28મી નવેમ્બર 2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે. એટલું જ નહીં, જરૂર જણાયે અરજી પણ રજૂ કરી શકશે.