Get The App

મ્યુનિ.ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ , ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરાવો,મેયર

કસૂરવાર ઉચ્ચ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીને તંત્રમાં દાખલો બેસાડો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

   મ્યુનિ.ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ , ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરાવો,મેયર 1 - image    

 અમદાવાદ,શુક્રવાર,3 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ માટે ૯૩ ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીકાંડમાં હેડકલાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ભરતીકાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરાવી કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સુચના આપી હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝરોની ભરતી પ્રક્રીયા સમયે ત્રણ ઉમેદવારોને મળેલા માર્કસમાં ચેડાં કરાયેલા તપાસમાં જણાઈ આવતા આ ત્રણે ઉમેદવારોને આપવામાં આવેલી પ્રોબેશન ઉપરની નિમણૂંક રદ કરવામાં આવી હતી. ઉપરાંત સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડકલાર્ક પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરવામા આવી હતી.મેયરે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં હેડકલાર્ક સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપરની કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ થવી જરુરી છે .જે કોઈ ઉચ્ચ અધિકારીની આ ભરતીકાંડમાં ભૂમિકા હોય તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ એવો ઉલ્લેખ કર્યો છે.


Google NewsGoogle News