Get The App

મ્યુનિ.હસ્તક આવેલા અમદાવાદના સ્મશાનમાં છાણાંનો ઉપયોગ શરુ કરાયો

પાઈલોટ પ્રોજેકટ તરીકે અત્યારસુધીમાં ૭૫૦૦ કિલોગ્રામ છાણાં વપરાશમાં લેવાયા

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News

  મ્યુનિ.હસ્તક આવેલા અમદાવાદના સ્મશાનમાં છાણાંનો ઉપયોગ શરુ કરાયો 1 - image     

 અમદાવાદ,ગુરુવાર,9 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના ૨૧ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના વપરાશમાં ઘટાડો કરવા  છાણાંનો ઉપયોગ શરુ કરવામા આવ્યો છે. પાઈલોટ પ્રોજેકટ તરીકે અત્યારસુધીમાં તંત્ર તરફથી ૭૫૦૦ કિલોગ્રામ છાણાં વપરાશમાં લેવામાં આવ્યા છે.આવનારા સમયમાં શહેરીજનોને રાહતના દરે છાણાં આપવા અંગે આયોજન કરાશે.

શહેરના વિવિધ વિસ્તારના જાહેર રસ્તા ઉપરથી મ્યુનિ.તંત્રના સી.એન.સી.ડી.વિભાગ દ્વારા રખડતા પશુ પકડી દાણીલીમડા અને બાકરોલ ખાતે આવેલા ઢોરડબામા રાખવામા આવે છે.સી.એન.સી.ડી.વિભાગ દ્વારા ઢોર ડબામા રાખવામા આવેલા પશુઓના છાણમાંથી છાણાં અને છાણાંની સ્ટીક તૈયાર કરવામા આવે છે. જે શહેરના વિવિધ વિસ્તારમા આવેલા મ્યુનિ.હસ્તકના સ્મશાનમાં ઉપયોગ માટે આપવામા આવે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ, સ્મશાનમાં ઉપયોગમા લેવામા આવતા લાકડાનો વપરાશ ઓછો કરી શકાય એ હેતુથી  માર્ચ-૨૦૨૪થી તંત્ર તરફથી પાઈલોટ પ્રોજેકટ શરુ કરવામા આવેલો છે. ભવિષ્યમાં મ્યુનિ.તંત્રનુ   એક મેટ્રીક ટન ક્ષમતા ધરાવતા બાયોગેસ પ્લાન્ટ શરુ કરવાનુ પણ આયોજન છે.


Google NewsGoogle News