મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો, અમદાવાદના ૪૫ સ્થળ ઉપર સોલાર રુફ ટોપ સિસ્ટમ માટે વર્કઓર્ડર અપાયો
આઠ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે સોલાર સિસ્ટમ લગાવવાની કાર્યવાહી પુર્ણતાને આરે
અમદાવાદ,સોમવાર,30 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના ૪૫ સ્થળે બે
હજાર કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલારરુફ ટોપ સિસ્ટમ લગાવવા માટે વર્કઓર્ડર આપવામાં
આવ્યો છે.શહેરના આઠ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે સોલાર સિસ્ટમ લગાવવાની
કાર્યવાહી પુર્ણતાને આરે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સાત ઝોનલ ઓફિસ ઉપરાંત ત્રણ
સબ ઝોનલ ઓફિસ, બે
હોસ્પિટલ, ત્રણ
અર્બન હેલ્થ સેન્ટર ,પાંચ
કોમ્યુનિટી હોલ તેમજ મલ્ટી લેવલ પાર્કિંગ ,સ્કૂલ
મળીને કુલ ૪૦ બિલ્ડિંગમાં અત્યારસુધીમાં તંત્ર તરફથી ૨૦૦૭ કિલોવોટ ક્ષમતા ધરાવતી
સોલાર રુફ ટોપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.ત્રણ જુદા જુદા વોટર ડિસ્ટ્રીબ્યુશન
સ્ટેશન ખાતે બે હજાર કિલોવોટ ક્ષમતા ધરાવતી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર
સિસ્ટમ લગાવવામાં આવી છે.આ વર્ષે
બે હજાર કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર રુફ ટોપ સિસ્ટમ લગાવવાની કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.૧૨ ફાયર સ્ટેશન,પાર્ટી
પ્લોટ વગેરે મળીને કુલ ૫૮ બિલ્ડિંગમાં સોલાર રુફ ટોપ સિસ્ટમ લગાવવાની કાર્યવાહી
પૂરી થવાના આરે છે.વિન્ડ પાવર એનર્જી દ્વારા અત્યારસુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા રૃપિયા ૧૭૪ કરોડની રીકવરી કરાઈ છે.