સુપમાંથી જીવાત નીકળતા આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલનું કિચન સીલ
ગ્રાહકે ફરિયાદ કરતા મ્યુનિ.ફુડ વિભાગે રવિવારે મોડી રાતે કાર્યવાહી કરી
અમદાવાદ,સોમવાર,1 એપ્રિલ,2024
આશ્રમરોડ ઉપર આવેલી ફેરફીલ્ડ બાય મેરીયોટ હોટલના સુપમાંથી
જીવાત નીકળતા ગ્રાહકે મ્યુનિ.ના ફુડ વિભાગને ફરિયાદ કરી હતી.ગ્રાહકની ફરિયાદ બાદ
ફુડ વિભાગે રવિવારે મોડી રાતે હોટલને કલોઝર નોટિસ આપી કીચનને સીલ કર્યુ હતુ.પેસ્ટ
કંટ્રોલ સહિતના ડોકયુમેન્ટ રજૂ નહીં કરે ત્યાં સુધી હોટલનું કીચન સીલ રહેશે.
અમદાવાદ મ્યુનિ.ના એડીશનલ એમ.ઓ.એચ.ડોકટર ભાવિન જોષીના કહેવા
મુજબ, આશ્રમરોડ
ઉપર આવેલી ફેરફીલ બાય મેરીયોટ હોટલમાં ગયેલા એક ગ્રાહકે તેના દ્વારા મંગાવવામાં
આવેલા ફુડ પૈકી સુપમાંથી જીવાત નીકળી હોવાની ફુડ વિભાગને ફરિયાદ કરી હતી.બાદમાં
ફુડ વિભાગની ટીમ મોડી રાતે હોટલ ઉપર તપાસ માટે પહોંચી હતી.ટીમની તપાસ વખતે કિચન
તેમજ કેફે એરીયામાં ફુડ સેફટી એકટના નિયમોનુ પાલન કરાતુ હોવાનુ જોવા મળ્યુ નહોતુ.આ
કારણથી કલોઝર નોટિસ આપી કિચનને સીલ કરવામાં આવ્યુ હતુ.કયા ગ્રાહકે ફરિયાદ કરી હતી
એ નામ આપવાનુ મ્યુનિ.અધિકારીએ ટાળ્યુ હતુ.