Get The App

અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદે ઘૂસ્યાં, 13%ને આશ્રય મળશે બાકીના પાછા ભારત મોકલાશે

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદે ઘૂસ્યાં, 13%ને આશ્રય મળશે બાકીના પાછા ભારત મોકલાશે 1 - image
Representative image  

Illegal entry into America: ટ્રમ્પ સરકાર રચાવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 41,330 ગુજરાતીમાંથી 5,340 નાગરીકોને અમેરિકન સરકારે ‘અસાઈલમ એક્ટ’ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે, અન્ય નાગરિકોને પાછા રવાના કરશે. 2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે. 

અસાઈલમ એક્ટ હેઠળની કાર્યવાહી

હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા 2023માં 41,330 ભારતીય નાગરિકોમાંથી 5340ને અસાઈલમ એટલે કે આશ્રય આપ્યો છે. જેમાંથી 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં ઈમિગ્રેશન પોલીસીના કડક થવા સાથે ગેરકાયદે ઘૂસણખોરી માટે ત્યાંનો જનાક્રોશ વિશેષ હોવાથી સરકારે અમેરિકાનું સપનું જોતા ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કર્યા છે. 

વર્ષ 2021માં આ પ્રકારના ગેરકાયદે રીતે આવેલા 4330 ભારતીય નાગરિકોએ અમેરિકાના આશ્રય માટે અરજી કરી હતી. જેમાંથી 1330ની અરજીને માન્ય રાખીને અમેરિકામાં રહેવાની અનુમતી આપવામાં આવી હતી. વર્ષ 2022માં આ આંકડો ત્રણ ગણો થયો હતો. જેમાં 14,570 ગેરકાયદે રીતે ઘૂસેલા ભારતીય નાગરિકોએ અસાઈલમ માટે અરજી કરી હતી. જેમાંથી 4260ને માન્યતા મળી હતી. ત્રણ વર્ષ પહેલાં અરજી કરનારાઓની સંખ્યા માત્ર 4330 હતી. જે ત્રણ જ વર્ષ બાદ આઠ ગણી વધી ગઈ છે. 4330માંથી આશ્રય સ્થાન માટે એપ્લાય કરનારા સીધા 41330 પહોંચી ગયા છે. જેની સામે અમેરિકન સરકારે ત્રણ વર્ષ પહેલા 25 ટકા નાગરિકોને માન્યતા આપી હતી જેની સામે હાલમાં ફક્ત 13 ટકા નાગરીકોને માન્યતા આપી છે. આમ ધીમે ધીમે અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા નાગરિકોની આશ્રય સ્થાન માટેની સંખ્યા વધી રહી છે. 

આ પણ વાંચો: અમેરિકામાં ભીષણ ઠંડી વચ્ચે ટ્રમ્પનો નિર્ણય, 1985 બાદ પહેલીવાર શપથ સમારોહ US કેપિટલમાં યોજાશે

ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં ૨૦૨૨માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે. 

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ જવાની ઘેલછામાં અમેરિકાની કેનેડા અને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરે છે. ઘણાં પરિવારો સાથે ઘૂસણખોરી કરતાં પકડાઈ પણ જાય છે અને જીવ પણ ગુમાવે છે. ડિંગુચા ગામના જગદિશ પટેલનો પરિવારની ઘટના સર્વ વિદિત છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરકારોએ ભારતીયો દ્વારા થતી ક્રોસ બોર્ડર ઘૂસણખોરી સામે લાલ   આંખ કરી છે.

અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદે ઘૂસ્યાં, 13%ને આશ્રય મળશે બાકીના પાછા ભારત મોકલાશે 2 - image


Google NewsGoogle News