Get The App

૩૨ કિલોથી વધુ દોરી ભેગી કરાઈ, અમદાવાદના કેટલપોન્ડમાં ૨૨ હજાર કિલો લીલા-સૂકા ઘાસનું દાન

એક હજાર કિલો ગોળ, ૭૦૦ કિલો ખીચડો મુલાકાતીઓએ આપ્યો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News

     ૩૨ કિલોથી વધુ દોરી ભેગી કરાઈ, અમદાવાદના કેટલપોન્ડમાં ૨૨ હજાર કિલો લીલા-સૂકા ઘાસનું દાન 1 - image

  અમદાવાદ,સોમવાર, 15 જાન્યુ,2024

ઉત્તરાયણના પર્વ દરમિયાન ત્રણ દિવસમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી ૩૨ કિલોથી વધુ દોરી ભેગી કરાઈ હતી.કેટલપોન્ડમાં ૨૨ હજાર કિલો લીલા-સૂકા ઘાસનું લોકોએ દાન કર્યુ હતુ.એક હજાર કિલો ગોળ તથા ૭૦૦ કિલો ખીચડો પણ મુલાકાતીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

અમદાવાદને રખડતા ઢોરમુકત કરવાની પોલીસી અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન ગાયને ઘાસ ખવડાવવાના આયોજન અંગે મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.તંત્ર તરફથી ઘાસ ઉપરાંત ગોળ પાપડી ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી ૨૦૨૩ અંતર્ગત દાણીલીમડા તથા બાકરોલ કેટલ પોન્ડ ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ૪૭૦ મુલાકાતીઓ દ્વારા ૨૨ હજાર કિલો લીલા-સૂકા ઘાસનું દાન કરવામાં આવ્યુ હતુ.સિટી સિવીક સેન્ટરમાં ૨૨૦ લોકો તરફથી રુપિયા ૨૬૩૦૦નું ઓનલાઈન દાન કરવામાં આવ્યુ હતુ.મકર સંક્રાતિના તહેવાર સમયે સી.એન.સી.ડી.વિભાગની ૨૨ ટીમ દ્વારા પ્રતિબંધિત દોરીના ઉપયોગથી વાહન ચાલકો ઈજાગ્રસ્ત ના થાય એ માટે શહેરના મુખ્ય રસ્તાઓ, બ્રિજ,સર્કલ,જંકશન ઉપરાંત કોમ્પલેકસ, ડિવાઈડર,સેન્ટ્રલ વર્જ સહિતના જાહેર સ્થળોએથી ત્રણ દિવસમાં અંદાજે ૩૨ કિલોથી વધુ પતંગ-દોરીનો વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો.વધુ ત્રણ દિવસ આ કામગીરી વિભાગ ચાલુ રાખશે.


Google NewsGoogle News