Get The App

ગુજરાતમાં પોલીસ ભરતીમાં 11000 જગ્યા સામે 10 લાખથી વધુ ઉમેદવાર, હાઈકોર્ટમાં વિગતો રજૂ

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં પોલીસ ભરતીમાં 11000 જગ્યા સામે 10 લાખથી વધુ ઉમેદવાર, હાઈકોર્ટમાં વિગતો રજૂ 1 - image


Gujarat High Court: દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલ્કત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાઓ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો પીઆઈએલમાં સરકાર તરફથી શુક્રવારે (31મી જાન્યુઆરી) અગત્યની માહિતી કોર્ટના રેકર્ડ પર રજૂ કરાઈ હતી. જેમાં પોલીસ ભરતીમાં પ્રથમ તબક્કાની 11 હજાર જેટલી જગ્યાઓ સામે રાજ્યભરમાંથી કુલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આ ભરતી માટે મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ કરી દેવાશે. 

રાજ્ય સરકાર દ્વારા ભરતીની વિગતો હાઈકોર્ટમાં રજૂ 

ગુજરાતના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે પોલીસ તંત્રની ભરતીને લઇને પોસ્ટ વાઈઝ કેલેન્ડર અને વિગતો સરકાર પાસે માંગ્યા હતા. આ કેસની વધુ સુનાવણી 14મી ફેબ્રુઆરીના રોજ મુકરર કરી હતી. સુઓમોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરતી અંગેની રૂપરેખા વર્ણવતા જણાવાયું કે, 'પોલીસ વિભાગમાં વિવિધ કેડરની કુલ 25,660 જગ્યાઓ ખાલી છે, જેમાં સીધી ભરતીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જુદા જુદા તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 હજાર ખાલી જગ્યાઓની ભરતી માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં તાજેતરમાં જ શારીરિક કસોટી યોજાઈ હતી. 

આ પણ વાંચો: ખ્યાતિકાંડ બાદ એક્શન! ગુજરાતની વધુ 15 હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ, ભાવનગરની સૌથી વધુ 4


બીજા તબક્કાની ભરતી સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે, કોર્ટ સહાયક તરફથી ગંભીર સવાલ ઊઠાવાયો હતો કે, સરકાર દ્વારા તાજેતરમાં જે 11 હજાર જગ્યાઓની ભરતી બહાર પડાઈ છે, તેમાં પીએસઆઇની જગ્યાઓ તો માત્ર 475 જ છે. તો તેની ભરતી માટે કોન્સ્ટેબલની ભરતી જેટલો લાંબો સમય લેવાવો જોઈએ નહીં. જેથી હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે કોન્સ્ટેબલ, પીએસઆઈ સહિત દરેક કેડર માટે પોસ્ટ વાઈઝ તારીખ અને સ્ટેજ મુજબ ભરતી કેલેન્ડર માંગ્યું હતું અને આગામી મુદતે તે રજૂ કરવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ભરતીને લઈને હાઇકોર્ટમાં જે કેસ ચાલતો હતો, તે સરકાર તરફે થોડા સમય પહેલાં જ ચુકાદો આવ્યો હોવાથી હવે એકાદ-બે મહિનામાં તેની પણ 183 પોસ્ટ ભરવામાં આવશે.

ગુજરાતમાં પોલીસ ભરતીમાં 11000 જગ્યા સામે 10 લાખથી વધુ ઉમેદવાર, હાઈકોર્ટમાં વિગતો રજૂ 2 - image


Google NewsGoogle News