Get The App

ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા, 27 ફેબ્રુઆરીથી પરીક્ષા

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા, 27 ફેબ્રુઆરીથી પરીક્ષા 1 - image


Board Examination of Std. 10-12: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધો. 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિક્લ રિપોર્ટ જાહેર કરાયો છે. જે મુજબ આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધુ આઇસોલેટેડ તેમજ 39,600થી વધુ ખાનગી વિદ્યાર્થીઓ છે. આ વર્ષે એકંદરે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

ધો.12 સાયન્સમાં ગત વર્ષે 1.31 લાખથી વઘુ વિદ્યાર્થી હતા

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો મુજબ ધો.10માં નિયમિત, રીપિટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપિટર કેટેગરી સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપિટર, ખાનગી અને આઇસોલોટેડ સહિત 423909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે 489279 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં નિયમિત, રીપિટર અને આઇસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે. 131987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આ પણ વાંચો: 8100 રૂપિયામાં મહા કુંભની યાત્રા : દરરોજ ઉપડશે ST વોલ્વો બસ, શિવપુરી ખાતે રાત્રિ રોકાણ

ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે ગ્રૂપવાર જોઈએ તો એ ગ્રૂપમાં કુલ 38183 અને બી ગ્રૂપમાં 66860 વિદ્યાર્થીઓ છે. આમ બી ગ્રૂપના વિદ્યાર્થીઓમાં મોટો ઘટાડો છે. ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં 61314 અને બેઝિક ગણિતમાં 784078 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.10-12માં વિષયવાર વિદ્યાર્થીઓ જોઈએ તો ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 6,71,220, ધો.12માં ગુજરાતી માધ્યમના 72356 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 339132 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં અંગ્રેજી માધ્યમના 29901 વિદ્યાર્થીઓ છે. 


ગણિત વિષયમાં 38183, કેમિસ્ટ્રીમાં 109826, ફીઝિક્સમાં 110754, બાયોલોજીમાં 66860 વિદ્યાર્થીઓ નોંધાયા છે. મહત્ત્વનું છે કે વર્ષ 2024 ધો.10-12માં કુલ મળીને 15,38,953 વિદ્યાર્થીઓ નોંધાયા હતા ત્યારે આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાતા 1,10,778 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.

ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા, 27 ફેબ્રુઆરીથી પરીક્ષા 2 - image



Google NewsGoogle News