Get The App

ઑકટોબરમાં ઉનાળા જેવી ગરમી, હવે બેવડી ઋતુ અનુભવાશે, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ઑકટોબરમાં ઉનાળા જેવી ગરમી, હવે બેવડી ઋતુ અનુભવાશે, જાણો હવામાન વિભાગની શું છે આગાહી 1 - image


Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ઠંડીનું આગમન થવાને બદલે ગરમી શરુ થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાંક ભાગોમાં રાતના સમયે ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ, દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો સામનો કરવો પડે છે. જોકે, હાલ હવામાન વિભાગ દ્વારા પણ તાપમાન ઘટવાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ત્યારે દર વખત કરતાં આ વર્ષે ઑક્ટોબર મહિનો સામાન્ય કરતાં વધારે ગરમ નોંધાયો છે. ઑક્ટોબર માસમાં જ્યાં ઠંડીની બદલે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. 

રાજ્યમાં મહત્તમ 40 ડિગ્રી તાપમાન

નોંધનીય છે કે, હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આવનાર મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે વિશે આગાહી કરી છે.

આ પણ વાંચોઃ જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં ઝાકળ ભીની સવાર

દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળશે. આ સાથે દિવાળીમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સવારે અને રાત્રે ઠંડી તેમજ બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. 

આ પણ વાંચોઃ સોમનાથ મહાદેવના ભક્તો માટે ખુશખબર, આજથી અમદાવાદ-કેશોદ વચ્ચે ફ્લાઈટ સર્વિસ શરૂ

માવઠાની કરી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરના કારણે વાવાઝોડું પણ આવી શકે છે. ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ શકે છે, જેના કારણે હજુ એક-બે દિવસ માવઠું પડી શકે તેવી શક્યતા છે. જેમાં ઘણી જગ્યાએ છૂટા-છવાયેલાં છાંટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. પરંતુ, ક્યાંક છૂટાછવાયેલાં છાંટા પડી શકવાની સંભાવના યથાવત છે. 


Google NewsGoogle News