Get The App

૪૦ કરોડના ખર્ચે બનાવાયેલા હાટકેશ્વરબ્રિજને તોડી નવો બનાવવા મ્યુનિ.તંત્રને હજુ સુધી કોઈ મળ્યુ નથી

બે વખતની ટેન્ડર નીલ આવતા લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે ત્રીજી વખતના ટેન્ડરનુ બીડ ખોલાશે

Updated: May 21st, 2024


Google NewsGoogle News

       ૪૦ કરોડના ખર્ચે બનાવાયેલા હાટકેશ્વરબ્રિજને તોડી નવો બનાવવા મ્યુનિ.તંત્રને હજુ સુધી કોઈ મળ્યુ નથી 1 - image

 અમદાવાદ,મંગળવાર,21 મે,2024

વર્ષ-૨૦૧૭માં હાટકેશ્વર જંકશન ખાતે રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા હાટકેશ્વરફલાયઓવર બ્રિજ બે વર્ષથી જાહેરજનતાના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને તોડીને નવો બનાવવા અંગે મ્યુનિસિપલ તંત્રને હજુ સુધી કોઈ મળ્યુ નથી.અગાઉ બે વખત મ્યુનિસિપલ તંત્ર તરફથી ટેન્ડર કરવામાં આવ્યા હતા.જે નીલ આવતા તંત્રે ત્રીજી વખત ટેન્ડર કર્યુ છે.જેનુ ટેકનીકલ બીડ ૪ જુન-૨૪ના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાતના દિવસે ખોલવામાં આવશે.

અમદાવાદ પૂર્વમાં આવેલા હાટકેશ્વર ફલાયઓવરબ્રિજને જરુરીયાત મુજબના સ્ટ્રકચરના ભાગને તોડીને તથા બાકીનાબ્રિજના હયાત સ્ટ્રકચરને નવેસરથી રીસ્ટ્રોફીટીંગ કરવા ૯ ઓકટોબર-૨૦૨૩ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર કરવામાં આવ્યુ હતુ.જે નીલ આવ્યુ હતુ.બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનીકલ કમિટિ બનાવવામાં આવી હતી.કમિટિમાં નકકી થયા મુજબ, ૨૮ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ હાટકેશ્વર બ્રિજ માટે બીજી વખત તંત્ર તરફથી ટેન્ડર કરવામાં આવ્યુ હતુ.આમ છતાં ટેન્ડર ભરવામા એક પણ બિડરે રસ બતાવ્યો નહોતો.ટેકનીકલ કમિટિ દ્વારા કરવામા આવેલા સુચન મુજબ,હયાત બ્રિજને ગ્રાઉન્ડ લેવલે જ ડીમોલીશ કરી ટ્રાફિકનો સર્વે કરી નવેસરથી રુપિયા ૫૦ કરોડથી વધુના ખર્ચ સાથે બ્રિજ બનાવવા ૭ માર્ચ-૨૦૨૪ના રોજ મ્યુનિસિપલ વેબસાઈટ ઉપર ટેન્ડર અપલોડ કરવામાં આવ્યુ હતુ.જેનુ ટેકનીકલ બીડ લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે ખોલવામા આવશે.


Google NewsGoogle News