Get The App

એસ.પી.રીંગ રોડ ઉપર આવેલી ચાંદખેડાની 66 હજાર ચો.મી.જગ્યા લુલુ ઈન્ટરનેશનલને હસ્તક કરાશે

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
એસ.પી.રીંગ રોડ ઉપર આવેલી ચાંદખેડાની 66 હજાર ચો.મી.જગ્યા લુલુ ઈન્ટરનેશનલને હસ્તક કરાશે 1 - image


Lulu International Mall : અમદાવાદ મ્યુનિ.તંત્ર હસ્તકના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના બાવીસ પ્લોટ કાયમી ધોરણે વેચાણ કરવા જુન -2024માં ઈ-ઓકશન કરાયુ હતુ. આ ઓકશનમાં દુબઈ સ્થિત લુલુ ઈન્ટરનેશનલ મોલ તરફથી ચાંદખેડા વોર્ડમાં એસ.પી.રીંગ રોડ ઉપર આવેલી 66 હજાર ચોરસમીટરથી વધુ જગ્યા ધરાવતા પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા 78,500ની હાઈએસ્ટ ઓફર આપી હતી. 

લુલુ ઈન્ટરનેશનલને અપાયેલી જગ્યા પૈકી 10 હજાર ચોરસમીટરનુ પઝેશન મ્યુનિ.ને મેળવવાનુ બાકી હતુ.જે મેળવી લેવાતા 66 હજાર ચોરસમીટર જગ્યા વિધિવત આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે. આ પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને રુપિયા 520 કરોડની આવક થશે.

ચાંદખેડા વોર્ડમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ નંબર-76-બીના ફાયનલ પ્લોટ નંબર-381થી 383 ઉપરાંત 391 અને 396 મળીને કુલ 66168 ચોરસમીટરની જગ્યા મેળવવા ત્રણ બીડરોએ ઓફર કરી હતી.જેમાં લુલુ ઈન્ટરનેશનલ પ્રા.લી.તરફથી પ્રતિ ચોરસમીટર રુપિયા 78,500ની ઓફર કરાયા પછી 55496 ચોરસમીટર જગ્યાનુ પઝેશન હોવાથી લુલુ ઈન્ટરનેશનલ તરફથી પુરુ પઝેશન આપવા મ્યુનિ.તંત્ર સમક્ષ રજુઆત કરી હતી. 

દરમિયાન પઝેશન સિવાયની જગ્યાએ ખેતી થતી હોવાનુ તંત્રના ધ્યાન ઉપર આવતા બાકીની જગ્યાનુ પઝેશન સમજુતીથી મ્યુનિ.તંત્રે મેળવી લીધુ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી ચાંદખેડા વોર્ડની 66 હજાર ચોરસમીટર જગ્યાનુ પઝેશન આપવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપશે. કમિશનર દ્વારા પઝેશન અપાયા બાદ લુલુ ઈન્ટરનેશનલ પાસેથી પ્લોટના વેચાણ પેટે રુપિયા 520 કરોડ મ્યુનિ.તંત્ર મેળવશે.


Google NewsGoogle News