Get The App

પશ્ચિમ ઝોનમાં આવેલા ચંદ્રભાગા નાળાને ૧૪૬ કરોડના ખર્ચે રીમોલ્ડીંગ કરાશે

બંને તરફ આર.સી.સી.બોકસ, રીટેઈનીંગ વોલ સાથે ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News

     પશ્ચિમ ઝોનમાં આવેલા ચંદ્રભાગા નાળાને ૧૪૬ કરોડના ખર્ચે રીમોલ્ડીંગ કરાશે 1 - image

  અમદાવાદ,મંગળવાર,19 નવેમ્બર,2024

અમદાવાદના પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાંથી પસાર થતા ચંદ્રભાગા નાળાને રુપિયા ૧૪૬ કરોડના ખર્ચે રીમોલ્ડીંગ કરવામાં આવશે.બંને તરફ આર.સી.સી.બોકસ,રીટેઈનીંગ વોલ સાથે ૧૨૦૦ એમ.એમ.ડાયામીટરની  ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે.આ કામગીરી થવાથી નાળામાં જતા ડ્રેનેજના ઓવરફલોની સમસ્યાનો ઉકેલ આવશે.

રાણીપ વોર્ડમાંથી પસાર થતા ચંદ્રભાગા નાળાના રીમોલ્ડીંગ કરવાની કામગીરીમાં આર.સી.સી.બોકસની બંને સાઈડમાં ૧૨૦૦ એમ.એમ.ડાયામીટરની ડ્રેનેજ પાઈપ લાઈન નાંખવા ઉપરાંત રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે.મ્યુનિ.ની પાણી સમિતિની બેઠક બાદ કમિટી ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,સાબરમતી રેલવે કોલોની, કાળી ગરનાળા, રાણીપ બકરામંડી,પ્રબોધ રાવલ બ્રિજ જેવા વિસ્તારોમાંથી નાળામાં જતા ડ્રેનેજના ઓવરફલોની સમસ્યા ઉકેલાવાની સાથે ચોમાસા દરમિયાન નાળામા વરસાદી પાણી વધવાથી રાણીપ,ચાંદખેડા અને સ્ટેડીયમ વોર્ડમાં ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવાથી રહીશોને પડતી મુશ્કેલીનો અંત આવશે.આ કામગીરી મંગલમ બિલ્ડકોન પ્રા.લી.-પી.દાસ ઈન્ફ્રાસ્ટ્રકચર જોઈન્ટ વેન્ચરને આપવામાં આવી છે.


Google NewsGoogle News