Get The App

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે લાયબ્રેરી બનશે

સ્ટડીરુમ ઉપરાંત લેકચરરુમ, આઉટડોર કાફે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News

 દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે લાયબ્રેરી બનશે 1 - image      

 અમદાવાદ,શનિવાર,4 જાન્યુ,2025

અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવા રોડ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી છે. લાયબ્રેરીમાં સ્ટડીરુમ ઉપરાંત લેકચરરુમ ,આઉટડોર કાફે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

જોધપુર વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૨૪ના ફાઈનલ પ્લોટ નંબર-૪૮માં ૧૬૩૪ ચોરસમીટરના પ્લોટ એરીયામાં બેઝમેન્ટ ઉપરાંત ગ્રાઉન્ડ,ફર્સ્ટ અને સેકન્ડ ફલોર ઉપર વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.સ્ટોરરુમ,સર્વરરુમ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર ઉપર વીસ બેઠક ધરાવતુ આઉટડોરકાફે બનાવવામાં આવશે.પહેલા માળ ઉપર બોર્ડરુમ,લાયબ્રેરી, ત્રીસબેઠક સાથેનો કેઝયુઅલરુમ, મેલ અને ફીમેલ રુમ તૈયાર કરવામાં આવશે.બીજા માળ ઉપર લાયબ્રેરી ઉપરાંત ત્રીસ બેઠક સાથેનો ટ્રેનિંગ કમ સ્ટડીરુમ,૬૦ બેઠક સાથેનો લેકચરરુમ તેમજ દસ બેઠક ધરાવતો ઓનલાઈન સ્ટડીરુમ અને ત્રીસ બેઠક ધરાવતો કેઝયુઅલ રીડીંગરુમ તૈયાર કરાવવામાં આવશે.અંદાજીત ભાવથી વીસ ટકા વધુ ભાવના કોન્ટ્રાકટર દેવરાજ બિલ્ડર્સને કામગીરી આપવા મ્યુનિ.ની રોડ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.


Google NewsGoogle News