સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલાં કેશવનગર પાસેના પ્લોટની પ્રતિ સ્કેવરમીટર ૨૧ હજાર બેઝ પ્રાઈસ
૫૭૧૦ સ્કેવરમીટરના પ્લોટ ઉપર મિકસ યુઝ ડેવલપમેન્ટ કરવા ઓફર મંગાવવામાં આવી
અમદાવાદ,શનિવાર,28 ડિસેમ્બર,2024
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.દ્વારા નદીની પશ્ચિમ
તરફ આવેલાં કેશવનગર પાસેના ૫૭૧૦ સ્કેવર મીટરના પ્લોટ ઉપર મિકસ યુઝ ડેવલપમેન્ટ કરવા
રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. આ પ્લોટ માટે પ્રતિ સ્કવેર મીટર રુપિયા ૨૧,૬૯૧ બેઝ પ્રાઈસ રાખવામાં
આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કેશવનગર પાસે આવેલા પ્લોટ ઉપર મિકસયુઝ
ડેવલપમેન્ટ કરવા માટે બીડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.ડેવલપરને મેકસીમમ ૫૯૩૮૪ સ્કેવરમીટર
બિલ્ટઅપ એરીયા બાંધકામ કરવા માટે મળશે. ડેવલપરને ગ્રાઉન્ડ ઉપરાંત ચાર માળ સુધી ફરજીયાત
કોમર્શિયલ બાંધકામ કરવાનુ રહેશે.ઉપરાંત ચાર વર્ષના સમયમાં પ્રોજેકટ પુરો કરવાનો રહેશે.મળતી
માહીતી મુજબ ,બિલ્ટઅપ એરીયાના
ડેવલપમેન્ટ રાઈટસ માટે રુપિયા ૧૨૮.૮૦ લાખ બેઝ પ્રાઈસ નકકી કરવામાં આવી છે.બિલ્ટઅપ એરીયા
માટે નકકી કરવામાં આવેલી બેઝ પ્રાઈસની દસ ટકા રકમ ડેવલપર દ્વારા સિકયોરીટી -ઈ.એમ.ડી.તરીકે
જમા કરાવવાની રહેશે.દુબઈ સ્થિત શોભા રીયાલીટી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
પ્રોજેકટ માટે પાંચ વર્ષમાં રુપિયા એક હજાર
કરોડનું રોકાણ કરવાની સંમતિ આપી હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.