Get The App

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકમાં HMPV નાં લક્ષણ,હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી અત્યારસુધીમાં કુલ પાંચ કેસ નોંધાયા

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News

  કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકમાં HMPV નાં લક્ષણ,હોસ્પિટલમાં સારવાર હેઠળ 1 - image   

  અમદાવાદ, બુધવાર,15 જાન્યુ,2025

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકમાં હ્યુમન મેટા ન્યુમો વાઈરસના લક્ષણ જોવા મળતા તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ દર્દીની કોઈ પ્રવાસ અંગેની હિસ્ટ્રી નથી.શહેરના વિવિધ વિસ્તારમાંથી અત્યારસુધીમાં કુલ પાંચ કેસ આ વાઈરસ સંબંધી નોંધાયા છે.

કૃષ્ણનગરમાં રહેતા ચાર વર્ષના બાળકને તાવ,શરદી,કફ તથા ઉલટીની અસર થતા તેને ૧૩ જાન્યુઆરીના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામા આવ્યો હતો.આ જ દિવસે તેના સેમ્પલ મોકલી આપવામા આવતા હ્યુમન મેટા ન્યુમો વાઈરસ પોઝિટિવ આવ્યો હતો.આ બાળકની વિદેશ કે અન્ય કોઈ રાજયના પ્રવાસની હિસ્ટ્રી નથી.અમદાવાદમાં આ વાઈરસના અત્યારસુધીમાં કુલ પાંચ દર્દી નોંધાયા છે.આ પૈકી એક દર્દી ઓરેન્જ હોસ્પિટલ,ચાંદખેડા, એક સ્ટર્લિંગ હોસ્પિટલ, એક ચાઈલ્ડ હૂડ હોસ્પિટલ તથા બે દર્દી ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલા છે.


Google NewsGoogle News