બિહારની જેમ ગુજરાતમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી કરવા કોંગ્રેસે માંગ કરી

અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છેઃ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
બિહારની જેમ ગુજરાતમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી કરવા કોંગ્રેસે માંગ કરી 1 - image



અમદાવાદઃ (Gujarat)દેશમાં તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં.(Congress)હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. (caste based census)કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. 

ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે

અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે. મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલી રહી છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસ્તીનાં આંકડા મળી આવે છે. 2011માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસ્તી ગણતરી કરાઈ છે પરંતુ જાતિ આધારીત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરીને રાજકીય લાભ લેવામાં આવ્યો હતો. સમાજમાં અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે. 

રાજકીટ એજન્ડાના લાભ મુજબ અનામતની જાહેરાત કરાઈ

કેટલાક લોકો દ્વારા રાજકીટ એજન્ડાના લાભ મુજબ અનામતની જાહેરાત કરાઈ હતી. કર્ણાટક, ઓરીસ્સામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે. કોર્ટમાં જવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી રોકાઈ ન હતી. બિહારમાં વસ્તી ગણતરી બાદ બહાર આવ્યું કે, SC, ST, OBC સમાજની વસ્તીમાં વધારો થયો છે. ત્યારે બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થાય. 



Google NewsGoogle News