ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી: આ બે જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Rain


IMD Rain Forecast : ચોમાસાની સિઝનના અંતમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 25-26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આગામી 26 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 26 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના મોટાભાગ વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો : એક બટન દબાવતા જ પોલીસને થશે વીડિયો કોલ, અમદાવાદમાં ઠેકઠેકાણે લગાવાયા ઈમરજન્સી કોલ બોક્સ

આ જિલ્લામાં થશે હળવાથી ભારે વરસાદ

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી છે, ત્યારે 25-26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદની આગાહી નથી.

આ પણ વાંચો : કેમ ભાગ્યા ભાઈ... ક્ષત્રિય મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ, પદ્મિનીબાનો વીડિયો વાયરલ

43 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 43 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ નોંધાય છે. બીજી તરફ, સિઝનના અંતમાં સપ્ટેમ્બરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



22 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં 26 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જો કે, આ પછી વરસાદી સિસ્ટમ બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અને ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.


Google NewsGoogle News