Get The App

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 1 - image


Gujarat Rain News : ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરો અને ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ચાર જિલ્લાઓને વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે પવન ફૂંકાતા 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પડી ગયા હતા. તો નદી-નાળા બેકાંઠે થયા છે અને ડેમ છલકાયા છે. આ વચ્ચે અમરેલીમાં છ થી સાત ગાય કમોત્રી નદીમાં તણાઈ ગઈ હતી. જ્યારે ગીરના પર ધોધમાર વરસાદ પડતા ભવનાથના રસ્તા પર 15થી વધુ વાહનો તણાયા હતા.

ગિરનાર પર્વત ઉપર 6 ઈંચથી વધુ વરસાદ, 

જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગિરનાર પર્વત અને જંગલ પર 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગિરનાર નજીકના રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેમાં એક બસ પણ ફસાઈ હતી. જ્યારે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે અને ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે. નદી-વોકળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. હાલ, ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે.

ભવનાથમાં વાહનો તણાયા

જૂનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર ધોધમાર વરસાદ પડતા ભવનાથના રસ્તાઓ પર ડરામણાં દૃશ્યો સર્જાયાં હતા. પર્વત પરથી ધોધ વહેતા થયાં છે. જેમાં 15થી વધુ બાઈકો તણાયા હતા. 

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 2 - image

અમરેલીમાં ગાયો તણાઈ, સૂરવો ડેમના ત્રણ દરવાજા ખોલાયા

અમરેલીના વડીયા પંથકમાં ત્રણ ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલાયા હતા. આ અગાઉ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તો વડીયાના ઉજળા ગામમાં આવેલી કમોત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 થી 7 જેટલી ગાય તણાઈ હતી.  ગાયોને બચાવવાના પ્રયાસ પણ કરાયા છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ, અનેક મકાનોના પતરા ઉડ્યા

બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે કેટલીક જગ્યા પવનથી પતરાઓ ઊડ્યા છે. તો ઘણાં કાચા મકાનો પણ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ડીસામાં ભારે પવન અને વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

સુરતના બારડોલી નજીક મીંઢોળા નદીમાં ઘોડાપુર, 150 ઘર ડૂબ્યા

ડોસવાડા ડેમમાંથી પાણીની આવક થતા બારડોલીની મીંઢોળા નદીમાં ઘોડાપુર સર્જાયું છે. મીંઢોળા નદી ગાંડીતૂર બનતા બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. નજીકના વિસ્તારમાં આવેલા 150થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા છે. જોકે પાણી ભરાવવાને કારણે સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 3 - image

નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો, લોકોને કરાયા અલર્ટ

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફુટ સુધી પહોંચી છે. પાણીનો પ્રવાહ વધારે હોવાથી નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ છે. લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 4 - image

નર્મદાના સાગબારામાં પોણા ચાર ઈંચ વરસાદ

નર્મદામાં સતત બે દિવસથી વરસી રહેલા કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નર્મદાના સાગબારામાં બપોર સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. તો રાજપીપળા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાગબારા તાલુકા ગોટપાડાથી સેલંબા જતા પુલ પર અને ભોર આમલીથી બોરડી ફળી જતા પુલ પર પાણીમાં ફરી વળ્યા હતા. જેના કારણે શાળાના બાળકો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 5 - image

તાપીમાં ઉકાઈ ડેમ છલોછલ ભરાયો, પાણી છોડાયું

તાપીમાં ઉકાઈ ડેમની પૂર્ણ સપાટી 344.13 ફૂટે પહોંચી છે. ઉકાઇ ડેમમાં પાણી છલોછલ ભરાઈ જતાં ડેમના દરવાજા ખોલાયા હતા. ઉકાઈ ડેમમાંથી 1.07 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તો તાપી નદીના આસપાસના નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સચેત કરાયા છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 6 - image

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાદર ડેમ ફરી ઓવરફ્લો

રાજકોટ જીલ્લાના જસદણ, જેતપુર, ઉપલેટા અને ધોરાજી શહેર-ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટનો ભાદર-1 ડેમ ઓવરફલો થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક પ્રતિ કલાક 36687 ક્યુસેક છે, જેની સામે ડેમમાં પાણીની જાવક પ્રતિ કલાક 36687 ક્યુસેક રહી છે. હાલમાં ભાદર ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 7 - image

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીમાં નવા નીરની આવક

ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે, જે હાલ 29 ફૂડ 8 ઈંચ પર પહોંચી છે. જેમાં ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. શેત્રુંજી ડેમમાં હાલ 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે.

પાટણ, નડિયાદમાં પવન સાથે વરસાદ

પાટણમાં ભારે વરસાદ પડ્યો છે. પાટણના સિદ્ધપુરમાં પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી છે. જ્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને રોડ પર વરસાદી પાણી વહેવા લાગ્યા છે. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 8 - image


યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ

યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ પડતા અંબાજીની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા.

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 9 - image


ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આ સાથે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ચાર જિલ્લામાં રેડ એલર્ટ : આજે ગિરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, ભવનાથમાં વાહનો અને અમરેલીમાં ગાયો તણાઈ 10 - image

ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News