Get The App

કચરાની ગાડીઓમાં અનિયમિતતા ડોર ટુ ડોરની ૧૦ એજન્સીઓ પાસેથી એક કરોડની પેનલ્ટી વસૂલાશે

એજન્સીના ડ્રાઈવર યુનિફોર્મ અને લાયસન્સવગર ફરજ બજાવતા હતા

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News

      કચરાની ગાડીઓમાં અનિયમિતતા ડોર ટુ ડોરની ૧૦ એજન્સીઓ પાસેથી એક કરોડની પેનલ્ટી વસૂલાશે 1 - image 

 અમદાવાદ,મંગળવાર,19 ડિસેમ્બર,2023

અમદાવાદમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન કરતી કચરાની ગાડીઓમાં ચાલતી અનિયમિતતા બહાર આવી છે.૧૦ એજન્સીઓ પાસેથી રુપિયા એક કરોડ પેનલ્ટી વસૂલવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે.વિવિધ એજન્સી સાથે સંકળાયેલા ડ્રાઈવર યુનિફોર્મ અને લાયસન્સ વગર ફરજ બજાવતા હતા.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની સુચના મુજબ વિજિલન્સ વિભાગ તરફથી બે વખત જુદા જુદા ઝોનમાં આવેલ સોલિડ વેસ્ટ વિભાગના રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે વોર્ડમાંથી આવતી ડોર ટુ ડોરની કચરાની એજન્સીઓની ગાડીનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.તપાસ સમયે ઘણી એજન્સીઓના વાહન પૈકી અમુક એજન્સીના વાહન ઉપર હુટર બંધ હતા.કેટલીક ગાડીઓ ઉપર હુટર નહોતા.ગાડી ઉપર એજન્સીનુ નામ,મોબાઈલ નંબર તથા સોસાયટીના રુટ લિસ્ટ નહીં લગાવવા સહિતની અનિયમિતતા જોવા મળી હતી.રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન ઉપર એજન્સીઓની બહાર આવેલી અનિયમિતતાના પગલે પ્રતિ એજન્સી પાંચ લાખ રુપિયા પેનલ્ટી વસૂલ કરવા બે વખત આદેશ અપાયો હતો.આમ ૧૦ એજન્સી પાસેથી રુપિયા એક કરોડ પેનલ્ટી વસૂલી સોલિડ વેસ્ટ વિભાગને રીપોર્ટ રજુ કરવા મ્યુનિ.કમિશનરે આદેશ કર્યો છે.


Google NewsGoogle News