જુનો મિલકતવેરો પુરેપુરો ભરનારા માટે આજથી વ્યાજમાફી સ્કીમ શરુ, રહેણાંક મિલકત માટે ૭૫, કોમર્શિયલ મિલકત માટે ૬૦ ટકા વ્યાજ માફ થશે
વર્ષ-૨૦૦૧માં ફેકટર ફોર્મ્યુલાનો અમલ શરુ થયો હતો, મ્યુનિ.ને વ્યાજમાફી સ્કીમથી ૨૦૦ કરોડથી વધુ આવક થવાનો અંદાજ
અમદાવાદ,બુધવાર,14
ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.નો જુનો મિલકતવેરો પુરેપુરો ભરનારા કરદાતાઓ
માટે આજથી ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીના સમય માટે વર્ષ-૨૦૨૩-૨૪ સિવાયની કુલ બાકી ટેકસની
રકમ ભરનારા કરદાતાઓ માટે વ્યાજમાફી સ્કીમનો અમલ કરવા સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા
નિર્ણય કરવામાં આવ્યો છે.રહેણાંક મિલકતનો અગાઉનો બાકી મિલકતવેરો પુરેપુરો ભરનારા
કરદાતાઓને ૭૫ ટકા તથા કોમર્શિયલ મિલકતનો અગાઉના વર્ષોનો બાકી ટેકસ ભરનારા
કરદાતાઓને વ્યાજમાં ૬૦ ટકા માફી અપાશે.વ્યાજ માફીની આ સ્કીમથી મ્યુનિ.તંત્રને
રુપિયા ૨૦૦ કરોડથી વધુની આવક થવાનો અંદાજ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુની અને વર્ષ-૨૦૦૧થી અમલમાં
મુકવામાં આવેલી ફેકટર વાઈસ ફોર્મ્યુલા સહિતની બાકી ટેકસની ઝડપથી વસૂલાત થાય એ માટે
જુની ફોર્મ્યુલા મુજબનો ટેકસ શૂન્ય કરે તેવી તમામ મિલકતો માટે જુની ફોર્મ્યુલાની
વ્યાજની રકમમા સો ટકા વ્યાજ માફી આપવામા આવશે.જુની ફોર્મ્યુલા મુજબ, મોટા ભાગના
કેસમાં બંધ મિલો સહિતની મિલકતોનો સમાવેશ કરવામા આવેલો છે.નવી ફોર્મ્યુલા મુજબનો
ટેકસ શૂન્ય કરે એવી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીની મિલકતો માટે બાકી રહેતી વ્યાજની રકમમા
સો ટકા માફી અપાશે.નવી ફોર્મ્યુલા મુજબનો વર્ષ-૨૦૨૨-૨૩ સુધીનો ટેકસ શૂન્ય કરે તેવી
રહેણાંક મિલકત માટે વ્યાજમાં ૭૫ ટકા તથા કોમર્શિયલ મિલકત માટે ૬૦ ટકા વ્યાજ માફીનો
લાભ કરદાતાને આપવામા આવશે.
મ્યુનિ.ના તમામ ટેકસની આવક રુપિયા ૧૭૩૩ કરોડ
અમદાવાદ મ્યુનિ.ના પ્રોપર્ટી ટેકસની
આવક ૧૪ ફેબુ્આરી સુધીમાં રુપિયા ૧૩૩૧.૧૦ કરોડ થઈ છે.વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રોપર્ટી
ટેકસની રુપિયા ૧૫૦૬.૫૪ કરોડ આવક થઈ હતી.૧૪ ફેબુ્રઆરી સુધીમાં પ્રોફેશન ટેકસની આવક
રુપિયા ૧૯૭.૩૬ કરોડ થઈ છે.ગત વર્ષે આ આવક રુપિયા ૨૧૬.૮૧ કરોડ હતી.આ પ્રમાણે વ્હીકલ
ટેકસની અત્યાર સુધીમા રુપિયા ૧૮૯.૪૧ કરોડ થઈ છે.ગત વર્ષે આ આવક રુપિયા ૧૮૬.૨૯ કરોડ
થઈ હતી.