ભારતના કટ્ટર શત્રુ રાષ્ટ્ર એવા ચીનના forbidden city નું ઓગણજ ખાતે ૧૨ ફૂટ લાંબુ સ્ટ્રકટર હશે

૨૦ કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી,પાલાર્મેન્ટ હાઉસ,તાજમહલ સહિતના સ્ટ્રકટર મુકાશે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ભારતના કટ્ટર શત્રુ રાષ્ટ્ર એવા ચીનના forbidden city નું ઓગણજ ખાતે ૧૨ ફૂટ લાંબુ સ્ટ્રકટર હશે 1 - image


અમદાવાદ,સોમવાર,16 સપ્ટેમ્બર,2024

ચીન છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના કટ્ટર શત્રુ રાષ્ટ્ર તરીકે બહાર આવ્યુ છે. આ બાબત સારી રીતે જાણતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવનારા ૩૦ એકર જમીનમાં પથરાયેલા વર્લ્ડ પાર્ક ઓગણજ લેકમાં ચીનનાforbidden city નું દેશ અને દુનિયાના અન્ય સ્ટ્રકચરની સાથે ૧૨ ફૂટ લાંબુ સ્ટ્રકચર મુકવામાં આવશે.રુપિયા ૨૦ કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ બીડરો પાસેથી મંગાવાઈ છે.આ તળાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પાલાર્મેન્ટ હાઉસ તથા તાજમહલ સહિતના સ્ટ્રકચર મુકવામાં આવશે.સૌથી ઉંચી ઓફર કરનારા બીડરને વીસ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે ઓગણજ લેકનો કોન્ટ્રાકટ અપાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ઓગણજ ખાતે આવેલા તળાવને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ડેવલપ કરવામાં રસ ધરાવનારાઓ પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. ૧૧ ઓકટોબર-૨૦૨૪ના દિવસે ટેન્ડર બીડ ખોલવામાં આવશે.નોંધપાત્ર બાબત એ છે કે, જેને પણ તળાવ ડેવલપ કરવાની કામગીરી અપાશે તેણે એક વર્ષની અંદર તળાવમાં સિવિલ વર્ક સહિતની કામગીરી પુરી કરવાની રહેશે. ત્યારબાદ વીસ વર્ષના સમય માટે આ તળાવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી આપવામાં આવશે. અર્નેસ્ટ મની ડીપોઝીટ રુપિયા ૬૦ લાખ રાખવામાં આવી છે. ગાર્ડન વિભાગ તરફથી ઓગણજ તળાવને ડેવલપ કરવા વેસ્ટ ટુ આર્ટ વર્લ્ડ પાર્ક તરીકે વિકસિત કરવા માટે ઓફર કરાઈ છે.આ લેક ડેવલપ કરવામાં આવ્યા બાદ એન્ટ્રી ફી પેટે પ્રતિ વ્યકિત સો રુપિયા વસૂલવામાં આવશે.બે વર્ષ બાદ એન્ટ્રી ફીની રકમમા વધુ દસ રુપિયાનો વધારો કરાશે.લેક ડેવલપની કામગીરીમાં સ્ટ્રકટર,સ્કલ્પચર , હોર્ટીકલ્ચર,લાઈટીંગ અને લેન્ડસ્કેપ ઉપરાંત ઓપનએર થિયેટરની સુવિધા હશે.

કયા દેશના કયા સ્ટ્રકચર-સક્લપચર  મુકવામાં આવશે?

નામ                       હાઈટ(ફૂટ)        પહોળાઈ(ફૂટ) લંબાઈ(ફૂટ)

બના હિલ્સ,વિયેતનામ     ૨૦     ૨૫             ૧૦૦

તાજમહલ,આગ્રા        ૨૨     ૩૦             ૩૦

પેટ્રા ઓફ જોર્ડન           ૧૬     ૭              ૧૨

વટ અરુણ, થાઈલેન્ડ          ૫૦     ૧૦         ૫૦

તોડાઈજી ટેમ્પલ,જાપાન         ૧૫    ૧૦         ૩૦

મર્લિયન સ્ટેચ્યુ,સિંગાપોર       ૨૦   ૮          ૧૦

સ્ટેચ્યુ ઓફ યુનિટી,કેવડીયા     ૩૦     ૧૨     ૧૨

ન્યૂ પાર્લામેન્ટ હાઉસ,દિલ્હી      ૧૫     ૧૫     ૪૫

ફોરબિડન સીટી,ચીન            ૧૮     ૪૦       ૧૨

સ્ફેનિકસ ઓફ ગીઝા,ઈજીપ્ત    ૨૦     ૨૦       ૪૫

ટિમ્બકટુ,માલી                 ૧૫      ૭        ૩૦

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી,યુ.એસ.એ.  ૨૩     ૧૫       ૧૫

ચિચેન ઈત્ઝા,ચીલી             ૧૨     ૭         ૩૫

ઈસ્ટર આઈલેન્ડ,ચીલી         ૧૨      ૭         ૩૫

કોલોસિયમ,રોમ,ઈટલી         ૧૪      ૩૭        ૪૬

પીસા ટાવર,ઈટલી              ૩૦     ૭.૫      ૭.૫

એફિલ ટાવર, પેરીસ           ૪૬      ૧૨        ૧૨

મોસ્કો ક્રેમિન,રશિયા            ૨૫      ૨૦         ૨૦

એક્રોપોલિસ, એથેન્સ          ૧૫       ૧૫        ૩૦

સિડની ઓપેરા હાઉસ            ૨૦   ૧૨        ૩૫


Google NewsGoogle News