ગુજરાતમાં 'નકલી' અધિકારીઓનો રાફડો ફાટ્યો, લૂંટાતી પ્રજા અને સરકાર તમાશો નિહાળે છે
AI Image |
Fake Officer In Gujarat: છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં નકલી અધિકારીનો જાણે રાફડો ફાટ્યો છે. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે. આ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, નકલી અધિકારી બની છેતરપીંડી કરવાના કિસ્સામાં વધારો થયો છે.
આ પણ વાંચો: સફેદ એપ્રનમાં કાળો કારોબાર, ગુજરાતમાં નકલીની બોલબાલા, વર્ષમાં 10 બોગસ ડૉક્ટર ઝબ્બે
ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીન ગઠિયા પ્રજાને સરેઆમ લૂંટી રહ્યાં છે. કાયદાનો જાણે કોઈને ડર રહ્યો નથી. આ સંજોગો વચ્ચે સરકાર પણ તમાશો નિહાળી રહી છે. ગુજરાતમાં નકલી અધિકારી પકડાવવાના સિલસીલો જારી રહ્યો છે. આવા ઘણાં કિસ્સા બન્યાં છે પરિણામે આજે લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો છે. ગુજરાતમાં નકલી અધિકારીઓના કિસ્સા ક્યાં ક્યાં બન્યાં છે તેની વિગતો નીચે મુજબ છે.