Get The App

ગોકુલ-શ્રી ગ્વાલની પ્રોડકટ સહિત ટ્રેડીશનલ સ્વિટ, વ્હાઈટ બટર,સિંગતેલનો જથ્થો સીઝ કરાયો

રુપિયા બાર લાખથી વધુની કિંમતનો ૪૧૯૯ કિલોગ્રામ જથ્થો વેચાણ અર્થે અટકાવાયો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News

       ગોકુલ-શ્રી ગ્વાલની પ્રોડકટ સહિત ટ્રેડીશનલ સ્વિટ, વ્હાઈટ બટર,સિંગતેલનો જથ્થો સીઝ કરાયો 1 - image

 અમદાવાદ,શનિવાર,19 ઓકટોબર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ગોકુલની  ટ્રેડીશનલ સ્વિટ, શ્રી ગ્વાલની એ ટ્રેડીશનલ ટેસ્ટ સ્વિટસ ઉપરાંત માહીના પેચ્યુરાઈઝડ વ્હાઈટ બટર તેમજ રાણી બ્રાન્ડના સિંગતેલનો રુપિયા બાર લાખથી વધુની કિંમતનો ૪૧૯૯ કિલોગ્રામ જથ્થો વેચાણ અર્થે અટકાવ્યો છે.ફુડ વિભાગના અધિકારીએ કહયુ,આ જથ્થો શંકાસ્પદ લાગતા સીઝ કરાયો છે.રીપોર્ટ આવ્યા બાદ જથ્થો રીલીઝ કરવો કે કેમ એ અંગે અંતિમ નિર્ણય કરાશે.

મ્યુનિ.ના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહેવા મુજબ, ફુડ વિભાગ તરફથી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ગોકુલ ઉપરાંત શ્રી ગ્વાલ,માહી બ્રાન્ડનો વ્હાઈટ બટરનો જથ્થો તેમજ રાણી બ્રાન્ડના સિંગતેલનો જથ્થો શંકાસ્પદ હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાતા જથ્થો સીઝ કરવાની સાથે તેના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.

કોનો કેટલો જથ્થો સીઝ કરાયો

નામ            જથ્થો(કિ.ગ્રા.)  અંદાજિત રકમ

ટ્રેડીશનલ સ્વિટ  ૭૪૮         ૧,૪૯,૬૦૦

એ ટ્રેડીશનલ સ્વિટ  ૧૦૪૮     ૨,૩૦,૫૬૦

વ્હાઈટ બટર      ૨૦૦૦      ૭,૬૦,૦૦૦

સિંગતેલ           ૪૦૩         ૯૨,૭૮૨

        


Google NewsGoogle News